ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ દિપક ચહરની રમતની પ્રશંસા કરી હતી…
પંજાબ સામેની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના ઝડપી બોલર દીપક ચહરે તેની બોલિંગ થી પંજાબ કિંગ્સના હોશ ઉડાવી ધીધા હતા. ચહરે એક પછી એક પ્રથમ ચાર બેટ્સમેનને હાંકી નાખ્યા હતા. પંજાબની અડધી ટીમ માત્ર 26 રને ડગઆઉટમાં પરત આવી હતી. ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ દિપક ચહરની રમતની પ્રશંસા કરી હતી.
દીપક ચહરે મેચમાં તેની ચાર ઓવરમાં 13 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. દીપકે મયંક અગ્રવાલ, નિકોલસ પુરાન, ક્રિસ ગેલ અને દીપક હૂડાને આઉટ કર્યો.
રવિ શાસ્ત્રીએ દીપકના અભિનય પર ટિ્વટ કર્યું હતું કે, “દીપકે શાનદાર બોલિંગ કર્યું. કેટલો તફાવત છે. બંને તરફથી સ્વીંગ. ઉત્તમ દિપક.”
Proven fact. Genuine swing both ways with control can undo the best. Super variations. Brilliant @deepak_chahar9 #CSKvsPBKS @IPL #IPL2021 @ChennaiIPL pic.twitter.com/Dn2s8luZj7
— Ravi Shastri (@RaviShastriOfc) April 16, 2021
દીપક ચહરે ભારત તરફથી વનડે અને ટી 20 માં પ્રવેશ કર્યો છે. તેને ચેન્નાઈ તરફથી શાનદાર પ્રદર્શનના આધારે જ ભારત તરફથી રમવાની તક મળી. હાલમાં તેણે 13 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચમાં 18 વિકેટ ઝડપી છે. એ જ રીતે ત્રણ વનડેમાં તેની બે વિકેટ છે.
மரணம் மாஸ் மரணம் இது @deepak_chahar9 தருணம். என்ன ஸ்பெல் மா வேற மாரி வேற மாரி @IPL. ஜெயிக்கிறோமோ தோக்குறோமோ சண்டை செய்யணும். அதுக்கு இது தான் உதாரணம் #CSKvsPBKS
— Harbhajan Turbanator (@harbhajan_singh) April 16, 2021