મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ IPL 2024ની 33મી મેચમાં મેદાનમાં ઉતરીને ઈતિહાસ રચ્યો છે. IPLમાં ખાસ સ્થાન મેળવનારો રોહિત ધોની પછી માત્ર બીજો બેટ્સમેન બન્યો છે.
આ પહેલા માત્ર મહેન્દ્ર સિંહ ધોનીએ આઈપીએલમાં આ સિદ્ધિ મેળવી હતી. હવે રોહિત દિનેશ કાર્તિકને પાછળ છોડીને IPLમાં સૌથી વધુ મેચ રમનારા બેટ્સમેનોની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે.
આઈપીએલમાં સૌથી વધુ મેચ:
- એમએસ ધોની- 256
- રોહિત શર્મા- 250
- દિનેશ કાર્તિક- 249
- વિરાટ કોહલી- 244
- રવિન્દ્ર જાડેજા- 232
- શિખર ધવન- 222
- સુરેશ રૈના- 205