LATEST

25 વર્ષીય શ્રીલંકન બોલર પર ICC ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાના ઉલ્લંઘનનો આરોપ

Pic- crictracker

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ શ્રીલંકાના સ્પિનર ​​પ્રવીણ જયવિક્રમા પર આઈસીસી ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાના ત્રણ ભંગનો આરોપ મૂક્યો છે, જેમાં મેચ ફિક્સિંગ સંબંધિત ઑફરોની જાણ ન કરવી અને પુરાવાનો નાશ કરવાનો સમાવેશ થાય છે.

25 વર્ષીય ડાબોડી સ્પિનરે કથિત રીતે 2021માં આંતરરાષ્ટ્રીય મેચો તેમજ લંકા પ્રીમિયર લીગ મેચો ફિક્સ કરવાની તેની ઓફરની જાણ ICCના ભ્રષ્ટાચાર વિરોધી એકમને કરી ન હતી. ICCએ ગુરુવારે પોતાની વેબસાઈટ પર જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘શ્રીલંકાના સ્પિનર ​​પર કથિત ભ્રષ્ટ ઓફર સાથે જોડાયેલા મેસેજ ડિલીટ કરવાનો આરોપ છે.’

ICCએ આ ખેલાડીને જવાબ આપવા માટે 14 દિવસનો સમય આપ્યો છે. જયવિક્રમા પર ICC આચાર સંહિતાની કલમ 2.4.4 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે, જે આંતરરાષ્ટ્રીય મેચો ફિક્સ કરવા માટે ભ્રષ્ટ ઓફરની જાણ કરવામાં નિષ્ફળતા સાથે સંબંધિત છે.

Exit mobile version