વર્લ્ડ કપની 22મી મેચમાં અફઘાનિસ્તાને પાકિસ્તાનની મજબૂત ક્રિકેટ ટીમને હરાવીને ઈતિહાસ રચ્યો હતો અને મોટો અપસેટ સર્જ્યો હતો. અફઘાનિસ્તાને 283 રનનો ટાર્ગેટ એક જ ઓવરમાં સરળતાથી મેળવી લીધો હતો.
ચેન્નાઈના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતે પાકિસ્તાન પર 8 વિકેટે જીત મેળવી હતી. આ પહેલા અફઘાનિસ્તાન ક્યારેય પાકિસ્તાનને વનડે મેચમાં હરાવી શક્યું નથી. આ વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાને વર્તમાન ચેમ્પિયન ઈંગ્લેન્ડને પણ હરાવ્યું છે. પાકિસ્તાન સામે ઐતિહાસિક જીત નોંધાવ્યા બાદ અફઘાનિસ્તાનમાં ઉજવણીનો માહોલ છે. કાબુલમાં લોકો રસ્તાઓ પર ગોળીબાર કરી રહ્યા છે. તાલિબાન સરકારે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે.
અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે સોમવારે ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાન સામે ઐતિહાસિક જીત હાંસલ કરી, તેમના અભિયાનને ફરી જીવંત કર્યું અને ભૂતપૂર્વ ચેમ્પિયનને 8 વિકેટથી હરાવી. જ્યારે હારથી પાકિસ્તાનની સેમીફાઈનલની આશા જોખમમાં મુકાઈ ગઈ છે. પાકિસ્તાન સામે અફઘાનિસ્તાનની પ્રથમ વનડે જીતની ઉજવણી કાબુલમાં જોવા મળી હતી. સેલિબ્રેશનના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. રાજધાનીમાં લોકો ફટાકડા ફોડતા અને ફાયરિંગ કરતા જોઈ શકાય છે.
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મેચ સમાપ્ત થયા પછી ઓછામાં ઓછી 15 મિનિટ સુધી ઉજવણીમાં ગોળીબાર, ઉત્સાહ અને આતશબાજી થઈ હતી, એએફપીના અહેવાલમાં જણાવાયું છે. અફઘાનિસ્તાનની જીત એવા સમયે આવી છે જ્યારે બંને પાડોશીઓ વચ્ચે તણાવપૂર્ણ રાજકીય અને રાજદ્વારી સંબંધો છે.
The celebrations in Afghanistan. pic.twitter.com/7d040PgQgM
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 23, 2023