સમગ્ર વિશ્વમાં T20 ક્રિકેટ ફ્રેન્ચાઇઝી લીગના વધતા વલણ છતાં, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન એન્ડ્રુ સ્ટ્રોસ માને છે કે ટેસ્ટ ક્રિકેટ અને T20 સરળતાથી સાથે મળીને ચાલી શકે છે.
હાલમાં ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)ની ક્રિકેટ સમિતિના અધ્યક્ષ સ્ટ્રોસે પણ આ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માટે અઢી મહિનાની ‘વિન્ડો’ જોઈ હતી. સ્ટ્રોસે કહ્યું, “અમે અન્ય દેશો વિશે એક વાત જાણીએ છીએ કે ટેસ્ટ ક્રિકેટ અહીંની જેમ ત્યાં કમાણી કરતું નથી.” તેણે કહ્યું, ‘T20 એ ફોર્મેટ છે જે નવા આવનારાઓને આ રમતમાં લાવે છે. હું હજુ પણ માનું છું કે ટેસ્ટ અને ટી20 ક્રિકેટ આ બંને ફોર્મેટ એકસાથે સરળતાથી ચાલી શકે છે.
સ્ટ્રોસે કહ્યું, “પરંતુ પડકાર એ છે કે એક યોગ્ય સમયપત્રક તૈયાર કરવું જેથી ખેલાડી આ બંને ફોર્મેટ રમી શકે.” તે ખરેખર જટિલ કામ છે. તાજેતરમાં જ ન્યુઝીલેન્ડના ડાબા હાથના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે ત્યાંની ફ્રેન્ચાઈઝી ક્રિકેટને વધુ સમય આપવા માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ છોડી દીધો હતો.