રોહિત શર્મા અને ક્વિન્ટન ડી કોક પછી બેટિંગ કરવા આવે છે..
વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ કેપ્ટન બ્રાયન લારાને લાગે છે કે, મુંબઇ ઇન્ડિયન્સના સૌથી વિશ્વાસપાત્ર ખેલાડી સૂર્યકુમાર યાદવને ઓસ્ટ્રેલિયન પ્રવાસ માટે ભારતીય ટીમમાં શામેલ કરવામાં આવવો જોઇએ. સૂર્યકુમારે 77 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 44.01 ની સરેરાશથી 5,326 રન બનાવ્યા છે, જ્યારે તેણે 165 ટી 20 મેચોમાં 32.33 ની એવરેજથી 3,492 રન બનાવ્યા છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગની તાજેતરમાં સમાપ્ત થયેલી 13મી આવૃત્તિમાં મુંબઈ ઈન્ડિયન્સની પાંચમી ટાઇટલ જીતવા માટે, જમણેરી ખેલાડીએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી. સૂર્યકુમાર મુંબઇ ઈન્ડિયન્સ તરફથી ત્રીજી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો.
તેણે 16 મેચમાં 145 ના સ્ટ્રાઈકર રેટથી 480 રન બનાવ્યા. આ હોવા છતાં, તેને ઓસ્ટ્રેલિયન પ્રવાસ માટે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નથી. લારાએ દબાણ હેઠળ બેટિંગ કરવાની સૂર્યકુમારની ક્ષમતાની પ્રશંસા કરી, તેમને એક ખાસ ખેલાડી ગણાવ્યા.
લારાએ એક સ્પોર્ટ્સ ચેનલ શો ક્રિકેટ કનેક્ટેડમાં કહ્યું હતું કે, “નિશ્ચિતરૂપે તે એક ખાસ વર્ગનો ખેલાડી છે. હું ફક્ત સ્કોર કરનારા ખેલાડીઓ પર જ જોતો નથી, હું તેમની તકનીક અને તેમની ક્ષમતાને દબાણમાં જોઉં છું. તેઓ શાનદાર બેટિંગ કરી રહ્યાં છે. તે રોહિત શર્મા અને ક્વિન્ટન ડી કોક પછી બેટિંગ કરવા આવે છે અને દર વખતે દબાણમાં તે વધુ સારું કામ કરે છે.”