ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે 6 ઓગસ્ટથી કાઉન્ટી ચેમ્પિયનશિપ શરૂ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે……
તો એક તરફ કોરોનાના સતત કેસો વધવા ને કારણે દુનિયાના ઘણા બધા દેશોએ લોકડાઉન કર્યું છે. તો બીજી બાજુ ખેલ જગતમાં પણ સન્નાટો છવાયો છે. ત્યારે એવામાં હવે ઇંગ્લૈંડ એંડ વેલ્સ ક્રિકેટે થી ખબર આવી રહી છે કે, ઇંગ્લેન્ડમાં ઘરેલું ક્રિકેટ ઓગસ્ટ પહેલાં શરૂ થશે નહીં. અગાઉ માનવામાં આવતું હતું કે આ પહેલા ઇંગ્લેન્ડમાં ઘરેલું ક્રિકેટ શરૂ થશે. બોલરોને પ્રેક્ટિસ કરવાની છૂટ પણ હતી, પરંતુ હવે ખેલાડીઓએ મેદાન પર મેચ રમવા માટે વધુ લાંબી રાહ જોવી પડશે.
ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા વ્યાવસાયિક રમત જૂથને જૂન મહિના સુધીમાં એક અહેવાલ તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે, ત્યારબાદ ઇસીબી ઘરેલું ક્રિકેટ ફરી શરૂ કરવા માટે માર્ગ નકશો બનાવશે. જે એ જૂથને, લાલ દડો અને સફેદ દડાથી કેટલી મેચ રમવામાં આવશે, મેચ ખાલી સ્ટેડિયમમાં રમાશે કે નહીં, કયા સ્થળે મેચ રમાશે, આ બધી યોજનાઓ જૂન મહિનામાં જ બનાવવામાં આવશે.
આ ઉપરાંત, ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે 6 ઓગસ્ટથી કાઉન્ટી ચેમ્પિયનશિપ શરૂ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ઇસીબીના જણાવ્યા અનુસાર ચેમ્પિયનશીપની અંતિમ મેચ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમી શકાશે. ચેમ્પિયનશિપને ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમના ત્રણ પ્રાદેશિક જૂથોમાં વહેંચવામાં આવે તેવી સંભાવના છે અને તમામ ટીમો ઓછામાં ઓછી પાંચ મેચ રમશે.