નવેમ્બર 2015 થી તે ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી…
સ્ટાઇલિશ બેટ્સમેન ઇયાન બેલે શનિવારે 2020 ની સ્થાનિક સીઝનના અંતે તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. પાંચ વખતની એશિઝ વિજેતા તેની કારકિર્દી દરમિયાન વોરવિકિશર માટે રમ્યો છે.
બેલે 118 ટેસ્ટમાં 42.69ની સરેરાશથી 7,727 રન બનાવ્યા, જેમાં 22 સદીનો સમાવેશ હતો, જ્યારે 161 વનડેમાં 5416 રન જોડ્યા હતા. તેમણે એક નિવેદનમાં કહ્યું કે, દુખી હૃદયથી, પરંતુ ગૌરવ સાથે, હું વ્યાવસાયિક ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરું છું.
બેલ ઈંગ્લેંડની ટેસ્ટ ટીમનો સભ્ય હતો જેણે 2012 માં ભારત પ્રવાસ પર ટેસ્ટ સિરીઝ જીતી હતી. 38 વર્ષીય વર્ષ 2015 માં વનડે ક્રિકેટમાંથી નિવૃત્ત થયા હતા, પરંતુ તે જ વર્ષમાં છેલ્લી ટેસ્ટ રમ્યા હતા. નવેમ્બર 2015 થી તે ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી.