ઈંગ્લેન્ડના લાલ બોલના કોચ બ્રેન્ડન મેક્કુલમ ઈંગ્લેન્ડની મર્યાદિત ઓવરોના ક્રિકેટના નવા કોચ બનશે. તેનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે. મેક્કુલમ ઓક્ટોબર-નવેમ્બર 2027માં દક્ષિણ આફ્રિકામાં યોજાનાર આગામી 50-ઓવરના વર્લ્ડ કપ સુધી ઈંગ્લેન્ડના વ્હાઈટ-બોલ કોચિંગની જવાબદારી સંભાળશે.
આ સિવાય તે લાલ બોલમાં પણ ટીમનું પ્રતિનિધિત્વ કરવાનું ચાલુ રાખશે. બ્રેન્ડન મેક્કુલમ IPLમાં KKRનો હિસ્સો રહી ચૂક્યો છે. તે KKR સાથે ખેલાડી અને કોચ તરીકે સંકળાયેલો હતો.
ઓસ્ટ્રેલિયા સામેની આગામી શ્રેણી માટે ઈંગ્લેન્ડના વચગાળાના મુખ્ય કોચ માર્કસ ટ્રેસ્કોથિક નવેમ્બરમાં કેરેબિયનના વ્હાઈટ-બોલ પ્રવાસ દરમિયાન તે ભૂમિકામાં ચાલુ રહેશે. મેક્કુલમ જાન્યુઆરી 2025માં સત્તાવાર રીતે તેમનો ડબલ કાર્યકાળ શરૂ કરશે. મેક્કુલમ ભારતના સફેદ બોલ પ્રવાસ અને ICC ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ઈંગ્લેન્ડની ટીમના વ્હાઈટ બોલ કોચ હશે. મેક્કુલમ ક્રિસ સિલ્વરવુડ બાદ ઈંગ્લેન્ડના પ્રથમ પુરૂષ કોચ બનશે જેઓ લાલ અને સફેદ બોલ બંને ટીમોની જવાબદારી સંભાળશે.
આ પદની જવાબદારી મળ્યા બાદ બ્રેન્ડન મેક્કુલમે કહ્યું કે, મેં ટેસ્ટ ટીમ સાથે મારા સમયનો પૂરો આનંદ માણ્યો છે અને હું સફેદ બોલની ટીમોમાં મારી ભૂમિકા ઉમેરવા માટે ઉત્સાહિત છું. તેણે કહ્યું કે આ નવો પડકાર કંઈક એવો છે જેને હું સ્વીકારવા તૈયાર છું અને હું જોસ અને ટીમ સાથે મળીને કામ કરવા આતુર છું.
Introducing our new England Men's white-ball head coach! 🏏 ⚪
Our England Men's Test head coach! 🔴
— England Cricket (@englandcricket) September 3, 2024