વિજયકૃષ્ણે બોમ્બે સામે 1982–83 રણજી ફાઇનલ બાદ નિવૃત્તિ લીધી હતી…
ભારતના પૂર્વ ક્રિકેટર બી વિજયકૃષ્ણનું ગુરુવારે નિધન થયું. કર્ણાટકના મુખ્ય પ્રધાન બી.એસ. યેદીયુરપ્પાએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, “અમે એક મહાન ક્રિકેટર ગુમાવ્યું છે. તેમના આત્માને શાંતિ મળે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે પરિવારના સભ્યોને શક્તિ આપે.” આપને જણાવી દઈએ કે બી વિજયકૃષ્ણ ઓલરાઉન્ડર તરીકેની 15 વર્ષની કારકિર્દીમાં 80 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. જેમાં તેમણે 2000થી વધુ રન બનાવ્યા હતા અને 194 વિકેટ ઝડપી હતી.
વિજયકૃષ્ણ વર્ષોથી કર્ણાટક તરફથી રણજી મેચ રમતા હતા. રણજી મેચમાં રાજસ્થાન સામેની ફાઇનલમાં તેણે કર્ણાટક તરફથી 71 રનનું યોગદાન આપ્યું હતું. વિજયકૃષ્ણે મહારાષ્ટ્ર સામેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં 138 મિનિટમાં 102 * રન બનાવીને 1975–76 ની રણજી ટ્રોફી સીઝનમાં સૌથી ઝડપી સદી માટેની ટ્રોફી જીતી હતી. વિજયકૃષ્ણે બોમ્બે સામે 1982–83 રણજી ફાઇનલ બાદ નિવૃત્તિ લીધી હતી.