ગૌતમ ગંભીરના આ અભિયાનને ‘વિંગ્સ’ નામ આપવામાં આવ્યું છે…
ભારતના પૂર્વ ક્રિકેટર અને સાંસદ ગૌતમ ગંભીરએ ખૂબ ઉમદા પહેલ શરૂ કરી છે. ગૌતમ ગંભીર 25 સેક્સ વર્કરની પુત્રીની જવાબદારી લેશે. આ પહેલ અંતર્ગત ગૌતમ ગંભીર 25 સેક્સ વર્કરોના શિક્ષણ, આરોગ્ય અને રહેવાસી સંબંધિત તમામ જરૂરીયાતો પૂરી કરશે. ગૌતમ ગંભીરના આ અભિયાનને ‘વિંગ્સ’ નામ આપવામાં આવ્યું છે.
ગૌતમ ગંભીરની સંસ્થા દ્વારા આ દિકરીઓની સંભાળ લેવામાં આવશે અને શુક્રવારે તેની શરૂઆત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ અભિયાન અંતર્ગત 10 છોકરીઓની પસંદગી કરવામાં આવી છે, જ્યારે બાકીની 15 છોકરીઓની પસંદગીની પ્રક્રિયા ચાલુ છે.
અભિયાન શરૂ કરતી વખતે ગંભીરે કહ્યું છે કે સમાજના દરેક વ્યક્તિને સારા જીવનનો અધિકાર છે. ગંભીર કહે છે કે તે છોકરીઓને તેમના સપના પૂરા કરવામાં મદદ કરવા માંગે છે જેથી તેઓને વધુને વધુ તકો મળે.
It’s a special day for me & I want to share some imp news
To get children of sex workers out of that hell, I am starting program “PANKH” with 25 children & I’ll look after all their needs incl shelter & edu! I urge others to come fwd & contribute too!
EVERY LIFE MATTERS!
— Gautam Gambhir (@GautamGambhir) July 31, 2020
ગંભીરએ જણાવ્યું છે કે શાળાની શરૂઆત સાથે જ આ છોકરીઓનું શિક્ષણ શરૂ કરવામાં આવશે અને તેમના માટે ગણવેશ, પુસ્તકો અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે યુવતીઓના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવશે.
ગંભીરને માહિતી આપી છે કે અત્યાર સુધી આ યુવતીઓ દિલ્હીના શેલ્ટર હોમ્સમાં રહેતી હતી. ગંભીરએ અન્ય લોકોને પણ આ પહેલ સાથે જોડાવા અપીલ કરી છે. ગંભીર કહે છે કે છોકરીઓને કોઈપણ રીતે મદદ કરવી એ આ ઉમદા પહેલ સાથે સંકળાયેલ હોઈ શકે છે.
તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે ગંભીરની સંસ્થા બાળકોની મદદ માટે આગળ આવી છે. ગંભીરની સંસ્થા 200 શહીદોના બાળકોના સારા ભવિષ્ય માટે પહેલેથી જ કામ કરી રહી છે.