શ્રેય ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને આપે છે…
મર્યાદિત ઓવરના ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના મહાન પેસ એટેકનો ભાગ બનનાર દીપક ચહર તેની સફળતાનું શ્રેય ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને આપે છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સમાં રમનારા ચહરનું કહેવું છે કે કેપ્ટન ધોનીએ તેને પાવરપ્લે બોલર બનાવ્યો છે.
ટાઇમ્સ ઓફ ઈન્ડિયાને આપેલી મુલાકાતમાં તેણે કહ્યું હતું કે, “માહી ભાઈની કપ્તાની હેઠળ રમવાનું મારું જૂનું સપનું હતું. હું તેમની કેપ્ટનશીપ હેઠળ ઘણું શીખી ગયો છું. તેમના માર્ગદર્શન હેઠળ મારો રમત એક અલગ સ્તરે પહોંચ્યો છે.
ચહરે કહ્યું, “પ્રથમ ઓવરમાં બોલિંગ કરવું એ સહેલું કાર્ય નથી. સમય જતાં, હું સુધર્યો છું અને ખાસ કરીને ટી -20 માં રનની ગતિને નિયંત્રિત કરવાનું શીખ્યો છું”.
ભારતના શ્રીલંકા પ્રવાસની તૈયારી કરી રહેલા ચહરે કહ્યું, “માહી ભાઈએ મને પાવરપ્લે બોલર બનાવ્યો. તે હંમેશાં કહે છે કે ‘તમે મારા પાવરપ્લે બોલર છો. તેઓ તેમના ખેલાડીઓને સારી રીતે જાણે છે અને તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરે છે. તેઓ જાણે છે કે ડેથ ઓવરમાં કોણ સારો બોલર છે.’