LATEST

ટીમમાં જગ્યા ન મળતા, પાકિસ્તાનને ICC ટ્રોફી અપાવનાર કેપ્ટને દેશ છોડ્યું

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને વિકેટ કીપર બેટ્સમેન સરફરાઝ અહેમદે દેશ છોડવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ તે પત્ની અને બે બાળકો સાથે લંડન ગયો છે.

સરફરાઝ ખાન લાંબા સમયથી ટૂંકા ફોર્મેટમાં પાકિસ્તાનની ટીમમાંથી બહાર છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ ટીમમાં તેને માત્ર એક જ મેચમાં સ્થાન મળી શક્યું હતું. તેની જગ્યાએ રિઝવાનને તક આપવામાં આવી હતી.

પાકિસ્તાન ક્રિકેટના જણાવ્યા અનુસાર, સરફરાઝ અહેમદ ટેસ્ટ ટીમમાં પોતાના ભવિષ્યની ચિંતા વચ્ચે પરિવાર સાથે લંડન ગયો છે. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા સામેની શરૂઆતની ટેસ્ટમાં તે બેટથી ફ્લોપ રહ્યો હતો, ત્યારબાદ તેને ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. જે બાદ તેણે આ પગલું ભર્યું છે. જો કે, સરફરાઝ ખાન આ વર્ષે પાકિસ્તાન સુપર લીગમાં પણ રમતા જોવા મળશે.

એવા પણ સમાચાર છે કે સરફરાઝ હવે ચેતેશ્વર પૂજારાના પગલે ચાલતા કાઉન્ટી ચેમ્પિયનશિપમાં રમતા જોવા મળશે. આ પહેલા તે યોર્કશાયર કાઉન્ટીનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે.

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે લંડન શિફ્ટ થયા પછી પણ સરફરાઝ અહેમદ પાકિસ્તાન ક્રિકેટ સાથે જોડાયેલા રહેશે. તે પાકિસ્તાન સુપર લીગની સીઝન 9માં ક્વેટા ગ્લેડીયેટરનું પ્રતિનિધિત્વ કરવાનું ચાલુ રાખશે. સ્ટાર વિકેટકીપર બેટ્સમેને 68 ઇનિંગ્સમાં 123.80ના સ્ટ્રાઇક રેટથી 1503 રન બનાવ્યા છે, જેમાં T20 ટૂર્નામેન્ટમાં સાત અડધી સદી સામેલ છે.

સરફરાઝ ખાન એક શાનદાર ખેલાડી હોવાની સાથે સાથે પાકિસ્તાન માટે સારો કેપ્ટન પણ સાબિત થયો છે. સરફરાઝે પોતાની કેપ્ટનશિપમાં પાકિસ્તાન માટે બે વખત ICC ટ્રોફી જીતી છે.

Exit mobile version