LATEST

ઇંગ્લૈંડ પ્રવાસ માટે પાકિસ્તાને ખિલાડીયોની સૂચિ જાહેર કરી, 19 વર્ષિય હૈદરને આપી જગ્યા

“આમિરે બહાર નીકળવાનો નિર્ણય લીધો કારણ કે તે ઓગસ્ટમાં તેના બીજા સંતાનના જન્મ પર અહીં રહેવા માંગે છે…

લોકડાઉન બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમ પ્રથમ વખત વિદેશ પ્રવાસ માટે તૈયાર છે, ટીમ ઓગસ્ટમાં ઈંગ્લેન્ડની મુલાકાત લેશે. જેમાં પાકિસ્તાન ઇંગ્લેન્ડ સામે ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ ટી -20 મેચ રમશે. આ ઉપરણ આજે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ શ્રેણી માટે 29 ખેલાડીઓની યાદી બહાર પાડી છે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમે અઝહર અલી કેપ્ટન તરીકે અને બાબર આઝમને ટેસ્ટ સિરીઝના ઉપ-કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે જ પાકિસ્તાને બાબર આઝમને ત્રણ ટી -20 સિરીઝ માટે કેપ્ટન તરીકે શામેલ કર્યો છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમે તેના યુવા ક્રિકેટર હૈદર અલીને ટીમમાં જગ્યા આપી છે. હૈદર અલી પાકિસ્તાનનો 19 વર્ષનો યુવાન ક્રિકેટર છે અને તેના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સારા પ્રદર્શનના કારણે ટીમમાં સ્થાન મેળવ્યું છે. પાકિસ્તાને તેની ટીમમાં 10 ઝડપી બોલરો અને 4 સ્પિન બોલરોનો સમાવેશ કર્યો છે.

જણાવી દઈએ કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક નિવેદનમાં કહ્યું છે કે, “આમિરે બહાર નીકળવાનો નિર્ણય લીધો કારણ કે તે ઓગસ્ટમાં તેના બીજા સંતાનના જન્મ પર અહીં રહેવા માંગે છે જ્યારે કૌટુંબિક કારણોસર હેરિસ ટૂર પર જઇ શકશે નહીં.”

પાકિસ્તાન ઓગસ્ત અને સપ્ટેમ્બરમાં ઇંગ્લેન્ડ સામે ત્રણ ટેસ્ટ અને ત્રણ ટી -20 મેચ રમવાની તૈયારીમાં છે. તે દરમિયાન, ઇંગ્લેન્ડ જુલાઇમાં વેસ્ટ ઈન્ડિઝની ત્રણ મેચની શ્રેણીમાં રમશે.

 

Exit mobile version