સચિન હજી રમત તો તેણે 1.30 લાખ રન બનાવ્યા હોત…….
લોકડાઉન દરમિયાન કોહલી અને સચિને લઈને સોશિયલ મીડિયા પર બેસ્ટ બેટ્સમેન કોણ છે તેની ચર્ચા થઈ રહી છે. આમ જોવા જઈએ તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બેટિંગનો સર્વોચ્ચ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. તે જ સમયે, સદી અને રનની દ્રષ્ટિએ વિરાટ કોહલી સચિનની નજીક જઈ રહ્યો છે. ત્યારે પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પણ સચિનને કોહલી કરતા સારો બેટ્સમેન ગણાવ્યો છે.
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કહ્યું છે કે સચિન તેંડુલકર અને હાલના ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની તુલના કરવી ખોટું હશે. અખ્તરનું માનવું છે કે સચિને અત્યાર સુધીના ક્રિકેટમાં સૌથી મુશ્કેલ તબક્કામાં ઘણા બેટિંગના રેકોર્ડ બનવ્યા છે.
જોકે, અખ્તરે કોહલીને હાલના રાઉન્ડનો શ્રેષ્ઠ બેટ્સમેન માન્યો છે. અખ્તરે કહ્યું છે કે સચિન સખત વિરોધીઓની સામે રમ્યો છે અને તેથી તે કોહલીથી આગળ છે. જો અગર સચિન હજી રમત તો તેણે 1.30 લાખ રન બનાવ્યા હોત. તેથી સચિન અને કોહલી વચ્ચે તુલના કરવી યોગ્ય નથી.”