રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોમાં રાજીવ ગાંધી ખેલ રત્ન, અર્જુન એવોર્ડ, દ્વોણાચાર્ય એવોર્ડ અને ધ્યાનચંદ એવોર્ડ સામેલ છે..
ભારતના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma) તે ચાર ખેલાડીઓમાં સામેલ છે, જેને ભારતના સર્વોચ્ચ ખેલ સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર (Rajiv Gandhi Khel Ratna Award) માટે પસંદ કરવામાં આવ્યો છે. પુરસ્કાર સમિતિએ રોહિત શર્માની સાથે એશિયન ખેલ ગોલ્ડ મેડલ વિજેતા રેસલર વિનેશ ફોગાટ, ટેબલ ટેનિસ ચેમ્પિયન મનિકા બત્રા અને પેરાઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા મારિયાપ્પન થંગાવેલૂના નામની ભલામણ કરી છે.
રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોમાં રાજીવ ગાંધી ખેલ રત્ન, અર્જુન એવોર્ડ, દ્વોણાચાર્ય એવોર્ડ અને ધ્યાનચંદ એવોર્ડ સામેલ છે, જે દર વર્ષે 29 ઓગસ્ટે રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના રાષ્ટ્રપતિ આપે છે. ખેલ રત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ ક્રિકેટર સચિન તેંડુલકર હતા, જેમને 1997-1998મા આ એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ એમએસ ધોનીને 2007મા અને 2018મા વિરાટ કોહલીને ખેલ રત્ન મળ્યો હતો.