ગોયલ દેશનો શ્રેષ્ઠ ડાબા હાથનો સ્પિનર ન હોવા છતાં પણ તે શ્રેષ્ઠમાંનો હતો…
રાજીંદર ગોયલ ક્રિકેટરનું 71 વર્ષની વયે અવસાન થયું. રજિંદર ગોયલ ભારતીય ઘરેલું ક્રિકેટમાં એક જાણીતું નામ હતું. પણ ડાબા હાથના સ્પિનર ગોયલ ક્યારેય ભારતીય ટીમનો ભાગ બન્યા નહીં.
ગોયલે 24 વર્ષની ઘરેલુ ક્રિકેટ કારકિર્દીમાં હરિયાણા માટે 750 વિકેટ લીધી હતી. તેણે હરિયાણા તરફથી રમવા ઉપરાંત પંજાબ અને દિલ્હીનું પણ પ્રતિનિધિત્વ કર્યું હતું. આ ઉપરાંત રણજી ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ગોયલે કર્યો છે. તેણે રણજીમાં 637 વિકેટ લીધી હતી. તેમને 2017 માં સી કે નાયડુ લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ ઘરેલુ ક્રિકેટર રાજીંદર ગોયલના નિધન પર શ્રદ્ધાંજલિ અર્પી હતી. ગાંગુલીએ કહ્યું હતું કે અમે એક મહાન ક્રિકેટર ગુમાવ્યું છે, તેના રેકોર્ડ બતાવે છે કે તે કેટલા તેજસ્વી હતા.
તો બીજી બાજુ, પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે રાજીન્દર ગોયલના નિધન પર દુખ વ્યક્ત કરતાં શ્રદ્ધાંજલિ અર્પી હતી. સચિન તેંડુલકરે લખ્યું હતું- રાજેન્દ્ર ગોયલ જી ઘરેલું ક્રિકેટમાં મહાન હતા, તેમણે 600 થી વધુ વિકેટ લીધી હતી. તેના આત્માને શાંતિ મળે.