ભારત અને શ્રીલંકા વચ્ચે 13-27 જુલાઇ દરમિયાન કુલ 6 મેચ રમાશે…
બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (બીસીસીઆઈ) એ જુલાઈમાં શ્રીલંકા સામેની શ્રેણી માટે ભારતીય ટીમની ઘોષણા કરી છે. કેપ્ટન વિરાટ કોહલી અને ઉપ-કપ્તાન રોહિત શર્માની ગેરહાજરીમાં કેપ્ટનશિપ શિખર ધવનને સોંપવામાં આવી છે. તે જ સમયે, ભુવનેશ્વર કુમાર ઉપ-કપ્તાન રહેશે. આપને જણાવી દઈએ કે ભારત અને શ્રીલંકા વચ્ચે 13-27 જુલાઇ દરમિયાન કુલ 6 મેચ રમાશે. જેમાં ત્રણ વનડે અને 3 ટી 20 મેચનો સમાવેશ થાય છે.
આ વખતે આઈપીએલના યુવા ખેલાડીઓને ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં ટીમમાં મધ્યમ ક્રમના બેટ્સમેન નીતીશ રાણા, ઓલરાઉન્ડર કે ગૌતમ, ઓપનર દેવદત્ત, રૂતુરાજ અને ઝડપી બોલર ચેતન સાકરીયાનો સમાવેશ થાય છે. જુલાઈમાં શ્રીલંકામાં શ્વેત બોલ સિરીઝ માટે 20 સભ્યોની ટીમમાં આ ખેલાડીઓ પ્રથમ વખત રાષ્ટ્રીય ટીમમાં રમશે.
બીસીસીઆઈએ કહ્યું કે ભારત અને શ્રીલંકા વચ્ચેની તમામ મેચ કોલંબોના આર પ્રેમાદાસા સ્ટેડિયમ ખાતે રમાશે. આ દરમિયાન, વનડે મેચ 13, 16 અને 18 જુલાઇ, ત્યારબાદ 21, 23 અને 25 જુલાઈએ ટી -20 મેચ રમવામાં આવશે.
20 સભ્ય ભારતીય ટીમ:
બેટ્સમેન: શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શો, દેવદત્ત પદિકકલ, રૂતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે અને નીતીશ રાણા.
બોલરો: ભુવનેશ્વર કુમાર (ઉપ-કપ્તાન), યુઝવેન્દ્ર ચહલ, રાહુલ ચહર, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી, દિપક ચહર, નવદીપ સૈની, અને ચેતન સાકરીયા.
વિકેટકીપર: ઇશાન કિશન અને સંજુ સેમસન.
ઓલરાઉન્ડર: હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા અને કૃષ્ણપ્પા ગૌતમ.