ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન સુરેશ રૈના ટૂંક સમયમાં ઘરેલુ ક્રિકેટ રમતા જોવા મળી શકે છે. સુરેશ રૈનાએ તાલીમ અને બેટિંગ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. રૈનાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે પોતાનો ટ્રેડમાર્ક શોટ કરતો જોવા મળી રહ્યો છે.
સુરેશ રૈનાએ થોડા દિવસો પહેલા એક અન્ય વીડિયો શેર કર્યો હતો, જેમાં તે તેની કિટ સાથે બેટિંગ પ્રેક્ટિસ માટે જવાની તૈયારી કરતો જોવા મળ્યો હતો.
સુરેશ રૈનાએ પોતાના વિડીયોના કેપ્શનમાં લખ્યું છે કે, “જ્યારે હું મેદાન પર હોઉં ત્યારે આ લાગણીથી મોટી કંઈ નથી. મેદાન પર શ્રેષ્ઠ સમય પસાર કર્યો!” રૈનાની આ તૈયારીથી એવું લાગે છે કે તે આ સિઝનમાં ઉત્તર પ્રદેશ અથવા અન્ય કોઈ ટીમ માટે સ્થાનિક ક્રિકેટ રમતા જોવા મળી શકે છે. જો કે, રૈના તરફથી એવો કોઈ દાવો કરવામાં આવ્યો નથી કે તે ઘરેલુ ક્રિકેટ રમતા જોવા મળી શકે છે.
Nothing beats the feeling of when I'm on the field. Had the best time on the ground!! ❤️🏏#gratitude pic.twitter.com/RCHAOM1t53
— Suresh Raina🇮🇳 (@ImRaina) August 24, 2022
જણાવી દઈએ કે સુરેશ રૈના IPL 2021માં જોવા મળ્યો હતો, પરંતુ IPL 2022માં તેને કોઈએ ખરીદ્યો ન હતો. IPLની હરાજીમાં વેચાયા વગરના થયા પછી તે કોમેન્ટ્રી કરતો જોવા મળ્યો હતો, પરંતુ આ વખતે લાગે છે કે તે ઘરેલુ ક્રિકેટ દ્વારા IPLમાં વાપસી કરી શકે છે, કારણ કે ઘણી ટીમોને તેના જેવા બેટ્સમેનની જરૂર છે. રૈનાએ 15 ઓગસ્ટ 2020ના રોજ ધોની સાથે નિવૃત્તિની જાહેરાત કરી હતી.