કેન માટે મુશ્કેલ નિર્ણય હતો, પરંતુ પસંદગીકારો અને ટીમે તેને ટેકો આપ્યો..
ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર કેન રિચાર્ડસનને ભારત વિરુદ્ધ વન ડે અને ટી 20 શ્રેણીમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું છે. રિચાર્ડસનની જગ્યાએ હવે એન્ડ્ર્યુ ટાઇને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
રિચાર્ડ્સને આ નિર્ણય લીધો કારણ કે તેની પત્ની નીક્કીએ એક પુત્રને જન્મ આપ્યો છે, ત્યારબાદ હવે તેઓ પરિવાર સાથે સમય વિતાવશે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ માહિતી આપતાં કહ્યું કે, “કેન માટે મુશ્કેલ નિર્ણય હતો, પરંતુ પસંદગીકારો અને ટીમે તેને ટેકો આપ્યો. ટીમમાં તેની ગેરહાજરી ચૂકી જશે, પરંતુ અમે તેના નિર્ણયને સમજીએ છીએ.”
રિચાર્ડસનની જગ્યા લેનાર ટાઇએ ઓસ્ટ્રેલિયા માટે અત્યાર સુધીમાં 7 વન ડે અને 26 ટી 20 મેચ રમી છે. ટાઇ તાજેતરમાં જ વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં જીતવામાં ઓસ્ટ્રેલિયન ટીમનો ભાગ હતો.
જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વનડે, ત્રણ ટી -20 અને ચાર ટેસ્ટની શ્રેણી રમશે. વનડે શ્રેણીની પહેલી મેચ 27 નવેમ્બરના રોજ રમાશે.