આ દિવસોમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ સામે હોમ ટેસ્ટ સિરીઝ રમી રહી છે. શાહીન શાહ આફ્રિદી ઈજાના કારણે પહેલાથી જ શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો અને શ્રેણીની મધ્યમાં હરિસ રઉફ અને નસીમ શાહ પણ ઈજાના કારણે બહાર થઈ ગયા હતા.
પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વકાર યુનિસે પણ ખેલાડીઓની ઈજા પાછળનું કારણ જણાવ્યું છે અને તેનો ઉકેલ પણ આપ્યો છે. વકાર યુનિસે આ ટ્વીટમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના મુખ્ય પસંદગીકાર મોહમ્મદ વસીમને ટ્વિટર પર પણ ટેગ કર્યા છે.
વકાર યુનિસે ટ્વિટર પર લખ્યું, ‘જ્યારે તમારા ખેલાડીઓને સીધા ટી-20થી ટેસ્ટ ક્રિકેટમાં લાવવામાં આવે તો ઈજાઓ અને ટીકાઓ માટે તૈયાર રહો. તાજેતરના નસીમ શાહ અને હારીસ રઉફ તેનું ઉદાહરણ છે. લાલ અને સફેદ બોલના ક્રિકેટ માટે અલગ-અલગ ખેલાડીઓ પસંદ કરો. ખેલાડીઓની ઈજાને કારણે માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ ભારતીય ટીમ પણ ઘણી પરેશાન છે.
ભારતીય ક્રિકેટ ટીમ જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી જેવા મહત્વના બોલરો વિના બાંગ્લાદેશમાં ટેસ્ટ શ્રેણી રમી રહી છે. વકાર યુનિસે પીસીબીના મુખ્ય પસંદગીકારને જે ઉકેલ આપ્યો છે તે ભારત માટે યોગ્ય સાબિત થઈ શકે છે. સતત ક્રિકેટની વચ્ચે, દરેક ક્રિકેટ બોર્ડ માટે ખેલાડીઓના વર્કલોડનું સંચાલન ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે.
When you bring players straight from T20 to Test. Expect injuries and criticism. Resent casualties Naseem Shah & Haris Rouf. Prime example. Separate set of players for red/white ball cricket required. @MuhammadWasim77 #PAKvNZ @TheRealPCB
— Waqar Younis (@waqyounis99) December 14, 2022