અફઘાનિસ્તાને 30 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા આગામી એશિયા કપ માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ડાબોડી બેટ્સમેન હશમતુલ્લાહ શાહિદી 30 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી પાકિસ્તાન અને શ્રીલંકામાં યોજાનારી એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અફઘાનિસ્તાનની આગેવાની કરશે.
ઓલરાઉન્ડર કરીમ જનાતે રવિવારે છ વર્ષ બાદ અફઘાનિસ્તાનની ODI ટીમમાં પુનરાગમન કર્યું હતું, જ્યારે ડાબોડી બેટ્સમેન નજીબુલ્લાહ ઝદરાનને પણ આગામી એશિયા કપ માટે 17 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.અફઘાનિસ્તાન શનિવારે પાકિસ્તાન સામે ત્રણ વનડે મેચ રમશે. શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. બીજી મેચ સિવાય પાકિસ્તાનની ટીમે અફઘાનિસ્તાન પર પ્રભુત્વ જમાવ્યું હતું.
અફઘાનિસ્તાન એશિયા કપમાં બાંગ્લાદેશ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે 3 સપ્ટેમ્બરે લાહોરમાં મેચ રમાશે. આ પછી અફઘાનિસ્તાનની ટીમ 5 સપ્ટેમ્બરે શ્રીલંકા સામે ટકરાશે.
ઓલરાઉન્ડર અઝમતુલ્લા ઉમરઝાઈને ઈજાના કારણે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. 25 વર્ષીય જનાતે 2017માં હરારેમાં ઝિમ્બાબ્વે સામે તેની ODI ડેબ્યૂ કરી હતી પરંતુ ત્યારથી તેણે એક પણ ODI રમી નથી. જોકે તેણે એક ટેસ્ટ અને 49 ટી20 મેચમાં અફઘાનિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
એશિયા કપ માટે અફઘાનિસ્તાનની ટીમ:
ટીમઃ હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), ગુરબાઝ, ઇબ્રાહિમ ઝદરાન, રિયાઝ હસન, રહેમત શાહ, નજીબ ઝદરાન, મોહમ્મદ નબી, ઇકરામ અલીખિલ, કરીમ જનાત, ગુલબદ્દીન નાયબ, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નૂર અહેમદ, શરીફુદ્દીન અશરફ, ફઝલ હક. અબ્દુર રહેમાન
Here’s AfghanAtalan’s lineup for the ACC Men’s Asia Cup 2023. 🤩#AfghanAtalan | #AsiaCup2023 pic.twitter.com/kHHmR2GhxO
— Afghanistan Cricket Board (@ACBofficials) August 27, 2023