ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝ શરૂ થઈ ગઈ છે. બાર્બાડોસમાં રમાયેલી શ્રેણીની પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડને પાંચ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
અકીલ હુસૈને 10 ઓવરમાં માત્ર 28 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી જબરદસ્ત બોલિંગ જોવા મળી હતી અને કિવી ટીમ પૂરી 50 ઓવર રમ્યા વિના 190 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હુસૈને ડેવોન કોનવેની વિકેટ લેતા જ તેની ઉજવણી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી.
હુસૈને કમર પર હાથ રાખીને ઉધરસ ખાતી એક્ટિંગ કરીને આ વિકેટની ઉજવણી કરી હતી. કેરેબિયન ખેલાડીઓ તેમના અનોખા સેલિબ્રેશન માટે હંમેશા સમાચારમાં રહે છે. વિડીયો શેર કરતા વિન્ડીઝ ક્રિકેટે લખ્યું, ‘ગ્રાન્ડપા ઈઝ બેક’.
View this post on Instagram