તો કદાચ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટનને મેદાનમાં પાછા ન ફર્યા વિના ક્રિકેટને અલવિદા કહેવું પડી શકે છે..
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની વાપસી પર પ્રશ્નાર્થ ચિન્હ બનેલું છે. જણાવી દઈએ કે, ગયા વર્ષે જુલાઈથી ધોની ક્રિકેટના મેદાન પર પગ મૂક્યો નથી. ધોની આ વર્ષે આઈપીએલની 13મી સીઝનથી ક્રિકેટ મેદાન પર પાછા ફરવાનો હતો, પરંતુ કોરોના વાયરસને લીધે લીગ અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી હતી. ત્યારે બીસીસીઆઈના પૂર્વ મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે ધોનીની વાપસી અંગે કોઈ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો નથી.
ધોની વિશે બોલતા એમએસકે પ્રસાદે કહ્યું હું પણ આતુરતાથી રાહ જોઈ રહ્યો છું કે આઈપીએલ શરૂ થાય. તેણે કહ્યું કે, ‘ધોનીના ચાહક તરીકે, હું તેને આઈપીએપીમાં રમતા જોઉં છું. સંજોગો એવા છે કે આઈપીએલ મુલતવી રાખવામાં આવી છે. હવે જોઈએ કે હવે પછી શું થાય છે. ”
પ્રસાદે સ્વીકાર્યું છે કે ધોનીની જગ્યાએ રિષભ પંતની સરખામણી પર વધારે દબાણ છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે વનડે વર્લ્ડ કપ પછી, એમએસકે પ્રસાદે કહ્યું હતું કે પંતને બધી ફોર્મેટમાં ભારતનો વિકેટે કીપર તરીકે ધ્યાનમાં લેવો જોઈએ પરતું પંતને હજી તક નથી મડયો.
ધોની વિશે વાત કરીએ તો, ટીમ ઈન્ડિયામાં તેની પરત મોટા ભાગે આઈપીએલના ફોર્મ પર આધારિત છે. જો આ વર્ષે આઈપીએલનું આયોજન ન કરવામાં આવે તો કદાચ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટનને મેદાનમાં પાછા ન ફર્યા વિના ક્રિકેટને અલવિદા કહેવું પડી શકે છે.