ઇંગ્લેન્ડે ક્રિકેટમાં પાછા ફરવાના પ્રયાસો વધુ તીવ્ર બનાવ્યા, ભારતીય મહિલા ટીમ આ શ્રેણી રમી શકે છે…
કોરોના વાયરસથી પ્રભાવિત રમત-ગમતને પરત લાવવાના પ્રયાસો શરૂ કરાયા છે. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ આ વર્ષે મહિલા ત્રિકોણીય શ્રેણી માટે ભારત અને દક્ષિણ આફ્રિકા સાથે વાતચીત કરી રહ્યું છે. કોરોન પહેલા ભારતીય મહિલા ટીમે ઇંગ્લેન્ડ સામે ત્રણ મેચની વનડે અને ત્રણ મેચની ટી 20 સિરીઝ રમવાનું હતું, પરંતુ તે હાલમાં મુલતવી રાખવામાં આવ્યું છે.
જણાવ દઈએ કે, કોરોના વાયરસ રોગચાળાની અસર વધે તે પહેલાં ઓસ્ટ્રેલિયામાં મહિલા ટ્વેન્ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપ યોજાયો હતો. ઇંગ્લેન્ડે વર્લ્ડ કપની સેમિફાઇનલ સુધી પહુંચી હતી અને ભારતે ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. તો બીજી બાજુ ઇસીબીના ચીફ એક્ઝિક્યુટિવ ટોમ હેરિસને કહ્યું કે જો તમામ બાબતો યોજના મુજબ ચાલતી હોય તો તેને આશા છે કે આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ જોવા મળી શકે.
હેરિસને કહ્યું કે, “જો બધુ બરાબર ચાલતું હોય તો આપણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જોવા મળી શકીએ. યોજના એવી છે કે આ વર્ષે ઇંગ્લેન્ડની ટીમ કેટલીક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શકે છે. અમે ત્રિકોણીય શ્રેણી માટે મહિલા ટીમોને આમંત્રિત કરવાના હેતુથી બીસીસીઆઈ અને ક્રિકેટ દક્ષિણ આફ્રિકા સાથે વાત કરી રહ્યા છીએ.”
જોકે ઇસીબીએ સ્પષ્ટ કર્યું છે કે ભારતને બોલાવવાનો નિર્ણય આ રોગ પર કેવી અસર થાય છે તેના પર નિર્ભર રહેશે. જો કે ઇંગ્લેન્ડમાં, મેન્સ ક્રિકેટ ફરીથી વેસ્ટ ઇન્ડીઝ સાથે જુલાઈમાં શરૂ થવાની છે.