પાકિસ્તાન ક્રિકેટ ટીમે એશિયા કપ 2023માં શાનદાર ડેબ્યૂ કર્યું છે. તેમની પ્રથમ મેચમાં બાબર આઝમની આગેવાની હેઠળની ટીમે નેપાળને 238 રનથી હરાવ્યું હતું. પાકિસ્તાનની આગામી મેચ ભારત સાથે છે.
ભારત અને પાકિસ્તાન એશિયા કપ 2023માં શનિવારે ટકરાશે, જો કે વરસાદ મેચની મજા બગાડી શકે છે. ભારત સામેની મેચ માટે પાકિસ્તાનની ટીમ ગુરુવારે (2 સપ્ટેમ્બર) કેન્ડી પહોંચી છે. પાકિસ્તાને તેની પ્રથમ મેચ નેપાળ સામે મુલતાનમાં રમી હતી.
એશિયા કપમાં પાકિસ્તાને તેના ગ્રુપ A મેચમાં નબળા નેપાળને 238 રનના વિશાળ માર્જિનથી હરાવીને વિજયી શરૂઆત કરી હતી. પલ્લેકેલેમાં રમાનારી ભારત સામેની મેચ માટે પાકિસ્તાન હવે શ્રીલંકા પહોંચી ગયું છે. કેપ્ટન બાબર આઝમે બુધવારે કહ્યું હતું કે એશિયા કપની શરૂઆતની મેચમાં નેપાળ સામે 238 રનની જંગી જીત તેમની ટીમને શનિવારે કટ્ટર હરીફ ભારત સામેની અપેક્ષિત ટક્કર પહેલા આત્મવિશ્વાસ આપશે.
એશિયા કપ 2023માં ભારત, પાકિસ્તાન અને નેપાળ ગ્રુપ Aમાં છે જ્યારે બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકા ગ્રુપ Bમાં છે. આ ટુર્નામેન્ટ હાઈબ્રિડ મોડલમાં રમાઈ રહી છે. પાકિસ્તાન ચાર મેચોની યજમાની કરશે અને શ્રીલંકા બાકીની મેચોની યજમાની કરશે. ગ્રુપ સ્ટેજમાં 6 મેચો રમાશે, ત્યારબાદ 6 સપ્ટેમ્બરથી સુપર ફોરની મેચો રમાશે. સુપર ફોર સમાપ્ત થયા પછી, 17 સપ્ટેમ્બરે ટોચની બે ટીમો વચ્ચે ફાઇનલ રમાશે.
The boys have arrived in Sri Lanka for their second match of the Asia Cup 🛬#AsiaCup2023 | #BackTheBoysInGreen pic.twitter.com/NCNj9EtwjL
— Pakistan Cricket (@TheRealPCB) August 31, 2023