કેનેડાની ડેનિયલ મેકગાહી જ્યારે 2024 T20 વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં બાંગ્લાદેશ સામે મેદાનમાં ઉતરશે ત્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર ક્રિકેટર બનશે.
29 વર્ષીય મેકગાહીને આવતા મહિને ક્વોલિફાયર માટે કેનેડાની મહિલા ટીમમાં પસંદ કરવામાં આવી છે. તેણીએ પુરુષ-થી-મહિલા ટ્રાન્સજેન્ડર ખેલાડીઓ માટે ICCના પાત્રતા માપદંડોને પૂર્ણ કર્યા છે. ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટ 4 થી 11 સપ્ટેમ્બર દરમિયાન લોસ એન્જલસમાં રમાશે.
વૈશ્વિક ક્વોલિફાયરમાં સ્થાન મેળવવા માટે અમેરિકન ક્વોલિફાયરમાં કેનેડાનો સામનો આર્જેન્ટિના, બ્રાઝિલ અને યુનાઇટેડ સ્ટેટ્સ સામે થશે. મેકગેહેએ બીબીસી સ્પોર્ટને કહ્યું, ‘મને ગર્વ છે’. મારા સમુદાયનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે એક સ્વપ્ન સાકાર થવા સમાન છે.
તેણી ફેબ્રુઆરી 2020માં ઓસ્ટ્રેલિયાથી કેનેડામાં સ્થળાંતર કરી અને નવેમ્બર 2020 માં પુરુષમાંથી સ્ત્રીમાં સંક્રમિત થઈ. તેણે મે 2021થી મેડિકલ ટ્રાન્સફોર્મેશનની શરૂઆત કરી હતી. ICCએ આ વિશે એક નિવેદનમાં કહ્યું, ‘અમે એ વાતની પુષ્ટિ કરી શકીએ છીએ કે ડેનિયલે ICCની યોગ્યતાની શરતો પૂરી કરી છે અને તે આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ રમવા માટે લાયક છે.’
Danielle McGahey met all the eligibility criteria set by the International Cricket Council (ICC) and set to represent Canada in T20Is. pic.twitter.com/kyfTgGypjb
— CricTracker (@Cricketracker) August 31, 2023