ICC વર્લ્ડ કપ 2023 આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનાર છે. આઠ ટીમો વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ગઈ છે, જ્યારે વધુ બે ટીમ તેમાં ભાગ લેશે. ICC વર્લ્ડ કપ 2023 પહેલા, ઝિમ્બાબ્વેમાં 10 ટીમો વચ્ચે ક્વોલિફાયર રમાશે, જેમાં ટોપ-2 ટીમો ICC મેન્સ વર્લ્ડ કપ 2023માં ભાગ લેશે.
ક્વોલિફાયર માટે પાંચ ટીમોને બે ગ્રુપમાં રાખવામાં આવી છે. ગ્રુપ-એમાં વેસ્ટ ઈન્ડિઝ, ઝિમ્બાબ્વે, નેધરલેન્ડ, નેપાળ અને અમેરિકા છે. જ્યારે ગ્રુપ-બીમાં શ્રીલંકા, આયર્લેન્ડ, સ્કોટલેન્ડ, ઓમાન અને UAE છે. ભારત, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા પહેલાથી જ વર્લ્ડ કપ માટે સીધા ક્વોલિફાય થઈ ચૂક્યા છે. ક્વોલિફાયર ટૂર્નામેન્ટ ઝિમ્બાબ્વેમાં 18 જૂનથી 9 જુલાઈ સુધી રમાશે. જુઓ સંપૂર્ણ સમયપત્રક-
The @ICC Men’s Cricket World Cup Qualifier 2023 Match Schedule is now available 🎉🤩
👇 Check it out 👇#RoadToCWC23 | #CWC23 | #VisitZimbabwe pic.twitter.com/Mu31QRdRdR
— Zimbabwe Cricket (@ZimCricketv) May 23, 2023