પત્ની ડેનિયલ ડી વિલિયર્સે તેના લગ્ન વિશે રસપ્રદ ઘટસ્ફોટ કર્યા છે..
એબી ડી વિલિયર્સ ભારતના સૌથી વધુ પસંદ કરાયેલા ક્રિકેટર છે. દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં એક મહત્વપૂર્ણ ખેલાડી રહ્યો છે. આઈપીએલ દરમિયાન ડી વિલિયર્સની પત્ની પણ ઘણીવાર તેની સાથે જોવા મળી છે. પરંતુ હવે ડી વિલિયર્સની પત્ની ડેનિયલે તેના લગ્ન અંગે મોટો ખુલાસો કર્યો છે.
પત્ની ડેનિયલ ડી વિલિયર્સે તેના લગ્ન વિશે રસપ્રદ ઘટસ્ફોટ કર્યા છે, તેને જણાવ્યું છે કે કેવી રીતે સગાઇમાં થઇ હતી. ઇન્સ્ટાગ્રામ પર તાજેતરના સવાલ અને જવાબ સત્રમાં, ડેનિયલને તેના એક ચાહકે એબીડી સાથે તેના લગ્ન વિશે પૂછ્યું હતું. ફેને પૂછ્યું, “શું તમારું ગોઠવણયુક્ત લગ્ન છે કે પ્રેમ? જો પ્રેમ લગ્ન હતા, તો કોણે પહેલા પ્રસ્તાવ મૂક્યો હતો અને ક્યાં તેને પ્રસ્તાવ આપ્યો હતો?”
આ સવાલના જવાબમાં ડેનિયલે લખ્યું કે, “મને આ વિશે ઘણા સવાલો થયા. અમે અરેન્જ મેરેજ નથી કર્યું, અમારી લવ મેરેજ હતી. એબીએ મને આગ્રામાં તાજમહેલમાં પ્રપોજ કર્યો હતો.
જો આપણે ડી વિલિયર્સની ટીમ આરસીબીની વાત કરીએ તો આ ટીમે આઈપીએલ 2021 માં શાનદાર શરૂઆત કરી છે. અત્યાર સુધી રમાયેલી બંને મેચ જીત્યા બાદ વિરાટ કોહલીની ટીમ પોઇન્ટ ટેબલમાં ટોચ પર છે.