ડેવિડ વોર્નરે ઇંસ્ટાગ્રામ પર જૂનો ટિક ટોકનો વીડિયો શેર કર્યો છે…
ઓસ્ટ્રેલિયાનો ઓપનર ડેવિડ વોર્નર તેની બેટિંગ દરમિયાન ખૂબ જ આક્રમક દેખાઈ શકે છે, પરંતુ તે ઘણીવાર મેદાનની બહાર પોતાની રમૂજી શૈલી બતાવવાનું ભૂલતો નથી. જો વોર્નરના પરિવારને ક્રિકેટમાં શાનદાર કુટુંબ કહેવામાં આવે, તો તે કદાચ ખોટું ના થાય.
ડેવિડ વોર્નરે ઇંસ્ટાગ્રામ પર જૂનો ટિક ટોકનો વીડિયો શેર કર્યો છે. જેમાં તે પત્ની કેન્ડિસ વોર્નર અને પુત્રીઓ સાથે પંજાબી ડાન્સ કરી રહ્યો છે. આ માટે તેણે ગાયક સુખબીરનું પ્રખ્યાત ગીત સૌદા ‘ખરા ખરા’ પસંદ કર્યું છે.
નોંધનીય છે કે ભારતમાં ટીક ટોક એપ પર પ્રતિબંધ મૂક્યો છે, તેથી વોર્નરે તેને ઇન્સ્ટાગ્રામ દ્વારા શેર કરી છે જેથી ભારતીય ચાહકો તેનો આનંદ માણી શકે.
View this post on Instagram