OFF-FIELD

ક્રિકેટ જગતમાં પહેલી વાર આઈસીસીએ આવું કઈક શેર કર્યું જેને જોતાં….

તસવીરો આઈસીસી દ્વારા તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર પણ શેર કરવામાં આવી છે…

 

બાંગ્લાદેશની મહિલા ક્રિકેટર સંજીદા ઇસ્લામે લગ્ન પહેલાનું ફોટોશૂટ કરાવ્યું હતું જે હવે એકદમ વાયરલ થઈ ગયું છે. આમાંની કેટલીક તસવીરો આઈસીસી દ્વારા તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર પણ શેર કરવામાં આવી છે.

આ ફોટાઓ શેર કરતાં આઇસીસીએ લખ્યું કે, “પહેરવેશ, ઝવેરાત, ક્રિકેટ બેટ, ક્રિકેટરના લગ્નનો ફોટોશૂટ આ જેવો હોવો જોઈએ”.

આ તસવીરોમાં સંજીદાએ નારંગી રંગની સાડી પહેરી છે. તેણે મંગા ટીકા ઉપરાંત બંગડી અને કેટલાક અન્ય સુંદર ઝવેરાત પણ પહેર્યા છે. આ સાથે તેણીના હાથમાં એક બેટ છે, જેમાં તે પોઝ આપતી જોવા મળી રહી છે. સંજીદાએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર મીમ મોસાડદેક સાથે લગ્ન કર્યા છે.

1 એપ્રિલ 1996 ના રોજ જન્મેલી સંજીદાએ 2012 માં આર્લેન્ડ સામેની ટી -20 મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. સંજીદાએ અત્યાર સુધી બાંગ્લાદેશ તરફથી 16 વન ડે મેચમાં 174 રન બનાવ્યા છે, જ્યારે 1 ફિફ્ટીની મદદથી 54 ટી-20 મેચોમાં 520 રન બનાવ્યા છે. તેણે વન ડેમાં 12 વિકેટ પણ લીધી હતી.

Exit mobile version