29 ઓટોકબર 2015ના રોજ બંનેએ એકબીજા સાથે લગ્ન જીવન બંધાવ્યા હતા…
ફરીથી ભારતીય ઓફ સ્પિનર હરભજન સિંહના ઘરે ખુશખબરી આવી રહી છે. હરભજન સિંહ બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે. હરભજન સિંહની પત્ની ગીતા બસરાએ તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર તસવીરો શેર કરીને આ વિશે માહિતી આપી છે.
ગીતાએ આ ફોટો સાથે ચાહકોને કહ્યું કે તે અને હરભજન સિંહ જુલાઈ મહિનામાં બીજી વખત માતા-પિતા બનવા જઈ રહ્યા છે. હરભજન સિંહ અને ગીતાને 5 વર્ષની પુત્રી છે, જેનું નામ તેમણે હિનાયા રાખ્યું છે. હિનાયાનો જન્મ વર્ષ 2016 માં લંડનમાં થયો હતો.
હરભજન સિંહ અને ગીતા ઘણા લાંબા સમયથી એકબીજા સાથે રિલેશનશિપમાં હતા અને 29 ઓટોકબર 2015ના રોજ બંનેએ એકબીજા સાથે લગ્ન જીવન બંધાવ્યા હતા. હરભજન સિંઘ આ વખતે આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમ તરફથી રમતા જોવા મળશે. કેકેઆરની ટીમે તેને 2 કરોડના બેઝ પ્રાઈસ પર ખરીદ્યો.