OFF-FIELD

‘મારા પતિમાં આ ગુણો જોવા માગીશ’ સ્મૃતિ મંધાના આ પ્રકારના છોકરાની શોધમાં છે

વન-ડે ક્રિકેટમાં ડબલ સદી ફટકારનાર એકમાત્ર ભારતીય મહિલા છે..

 

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનર સ્મૃતિ મંધના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સ્મૃતિ મંધાના પોતાનો મત મુક્તપણે વ્યક્ત કરવા માટે જાણીતી છે. સ્મૃતિ મંધાના તેના લૂક્સ માટે ચાહકોમાં પણ ખૂબ લોકપ્રિય છે, જેના કારણે તેને નેશનલ ક્રશનું બિરુદ પણ અપાયું છે.

સ્મૃતિ મંધાનાને તેના જીવન સાથીથી સંબંધિત એક સવાલ પૂછવામાં આવ્યો હતો. મંધાને પૂછવામાં આવ્યું કે તમારું જીવન સાથી બનવાનું માપદંડ શું છે? સ્મૃતિ મંધાને આ સવાલનો જવાબ આપતા કહ્યું કે નંબર 1- તે મને પ્યાર કરે અને નંબર 2-તે નંબર 1ને માપદંડનું પાલન કરવું પડશે.

સ્મૃતિ મંધાના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેણે પોતાની બેટિંગથી લાખો ચાહકોનું દિલ જીતી લીધું છે. સ્મૃતિ મંધાના પણ વન ડે ક્રિકેટમાં ડબલ સદી ફટકારનાર એકમાત્ર ભારતીય મહિલા છે. આ સિવાય સ્મૃતિ મંધાના નામે સૌથી ઝડપી 2000 રન બનાવવાનો રેકોર્ડ પણ નોંધાયેલો છે.

સ્મૃતિ મંધાના, જેણે માત્ર 17 વર્ષની ઉંમરે ટીમ ઈન્ડિયામાં પ્રવેશ કર્યો હતો, તેણે થોડા દિવસો પહેલા ઇંગ્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં તેની જ્વલંત બેટિંગથી ઘણું પ્રભાવિત કર્યું હતું. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સમાં સ્મૃતિ મંધાનાએ શાનદાર 78 રન બનાવ્યા હતા. આ ટેસ્ટ મેચ ડ્રો હતી.

Exit mobile version