ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી માત્ર IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમે છે. તાજેતરના અહેવાલ મુજબ, તે હાલમાં ઘૂંટણના દુખાવા સામે લડી રહ્યો છે અને તેની સારવાર લઈ રહ્યો છે. જો રિપોર્ટ્સનું માનીએ તો, ધોની ઘૂંટણના દુખાવાની સારવાર રાંચીના સ્થાનિક ડોક્ટર પાસેથી કરાવી રહ્યો છે.
રિપોર્ટ અનુસાર, ધોનીના માતા-પિતા બે-ત્રણ મહિનાથી આ વૈદ્ય પાસે જતા હતા અને જ્યારે તેમને થોડી રાહત મળી ત્યારે ધોની પોતે પણ તે વૈદ્ય પાસે ગયો હતો. ધોનીએ આ ડોક્ટરને કહ્યું કે તેના બંને ઘૂંટણમાં પણ દુખાવો છે, ત્યારબાદ આ ડોક્ટરે ધોનીને 40 રૂપિયાનો ડોઝ આપ્યો.
આ વૈદ્યનું નામ વંદન સિંહ છે અને તે આ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય હોવાનું કહેવાય છે. તે દૂધમાં કેટલીક જડીબુટ્ટીઓ મિક્સ કરીને તેના દર્દીઓને પીવા આપે છે. તેણે કહ્યું કે ધોનીએ એક મહિના પહેલા એક ડોઝ લીધો હતો પરંતુ તે તેની આગામી ડોઝ માટે ક્યારે આવશે તે ખબર નથી.
ઓનલાઈન વાઈરલ થયેલા એક વીડિયોમાં આ વૈદ્યએ જણાવ્યું છે કે કેવી રીતે તેઓ શરૂઆતમાં ધોનીને ઓળખવામાં નિષ્ફળ ગયા અને જ્યારે સ્થાનિક લોકોએ માહી સાથે તસવીરો લેવાનું શરૂ કર્યું ત્યારે ખબર પડી કે તે બીજું કોઈ નહીં પણ મહાન ભારતીય ક્રિકેટર છે.