કરીના કપૂર ખાન ફિલ્મ ‘લાલ સિંહ ચઢા’ પછી કરણ જોહરની ફિલ્મ તખ્તનું શૂટિંગ શરૂ કરશે..
બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તાજેતરમાં જ તેણે પુત્ર તૈમૂર અલી ખાનનો એક સુંદર ફોટો શેર કર્યો છે. ફોટામાં, તૈમૂરે બ્લેક જિન્સ અને સફેદ ટી-શર્ટ પહેરી છે. હાથમાં ક્રિકેટનું બેટ છે, તે પીચ પર ઊભો છે અને રમવાની પ્રેક્ટિસ કરતો જોવા મળે છે. કરીનાએ આ ફોટો ગુરુગ્રામના પટૌડી પેલેસથી શેર કર્યો છે.
કરીના કપૂર ખાને ફોટો શેર કરતાં લખ્યું કે, આઈપીએલમાં કોઈ સ્થાન છે? હું પણ રમી શકું છું. “ખરેખર, કરીના કપૂર ખાને તૈમૂર વતી આ પોસ્ટ કરી છે. હાલમાં તે ‘લાલ સિંહ ચઢા’ ફિલ્મના શૂટિંગ માટે દિલ્હી છે. આ ફોટામાં તૈમૂરને જોતા લાગે છે કે તે તેમના સ્વર્ગસ્થ દાદા મન્સૂર અલી ખાન પટૌડીના પગલે ચાલે છે.
કરીના કપૂર ખાન ફિલ્મ ‘લાલ સિંહ ચઢા’ પછી કરણ જોહરની ફિલ્મ તખ્તનું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મમાં રણબીર કપૂર, રણવીર સિંહ, ભૂમિ પેડનેકર અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.