તો એવામાં ચહલે, વીડિયોને કેપ્શન આપતા કહ્યું, “પંત ભૈયા કેમ થાકી રહ્યા છો.”
ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સોશિયલ મીડિયા પર તેની અતરંગી એન્ટિક્સ માટે જાણીતો છે. ચહલ પોતાના સોશિયલ મીડિયા અકાઉંટ પરથી સાથી ક્રિકેટરોને ટ્રોલ અને ટિપ્પણીઓ માટે હંમેશા પોઇન્ટ પર રહે છે.
હવે સ્પિનરે શેર કરેલી એક રમુજી વીડિયોમાં, ચહલ વિકેટકીપર-બેટ્સમેન રૂષભ પંતની નકલ કરવાની કોશિશ કરતો નજરે આવે છે. જે ભારતના તાકાત અને કન્ડિશનિંગ કોચ નિક વેબની સાથે બોક્સીંગની તાલીમ લેતો દેખાય છે.
જોકે, ચહલને વિડિયોમાં જોતાં એવું લાગે છે કે, તે વધુ ડાન્સ સ્ટેપ્સ કરી રહ્યો છે બોક્સિંગ કરતાં. તો એવામાં ચહલે, વીડિયોને કેપ્શન આપતા કહ્યું, “પંત ભૈયા કેમ થાકી રહ્યા છો.”
ચહલ જ્યારે સોશિયલ મીડિયા પર સક્રિય છે, ત્યારે યુવા વિકેટકીપર પાસે હાલમાં કોઈ અપડેટ નથી. 29 માર્ચે યોજાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) દરમિયાન બંને મેદાનમાં નજરે પડવાના હતા, પરંતુ કોરોના સંકટ વચ્ચે તે શક્ય નહોતું.
જોકે, બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (બીસીસીઆઈ) એ કોરોનોવાયરસ રોગચાળાને લીધે વિશ્વની સૌથી મોટી ટી 20 લીગ આઈપીએલ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે. જ્યારે ચહલ વિરાટ કોહલીની આગેવાની હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું પ્રતિનિધિત્વ કરે છે, તો બીજી બાજુ શ્રેયસની આગેવાની હેઠળ પંત દિલ્હી કેપિટલ ફ્રેન્ચાઇઝાનો એક ભાગ છે.