OFF-FIELD

ન વિરાટ, ન રોહિત, ન સચિન રશ્મિકા મંદાનાને પસંદ છે આ રાંચીનો ખિલાડી

ધોનીની આગેવાનીવાળી ચેન્નાઇએ સાત મેચમાંથી પાંચ જીત નોંધાવી હતી…

25 વર્ષિય રશ્મિકા મંદાના દક્ષિણ ભારતમાં તેમજ ઉત્તર ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. રશ્મિકાએ કન્નડ, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. રશ્મિકાએ 2018માં ફિલ્મ ચલોથી તેલુગુ પ્રવેશ કર્યો હતો. ‘સુલતાન’ તેની પ્રથમ તમિલ ફિલ્મ છે. હજી સુધી રશ્મિકા 10થી વધુ ફિલ્મો રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મોની સફળતા અને પ્રતિભાને કારણે રશ્મિકાએ લોકોના હૃદયમાં વિશેષ સ્થાન બનાવ્યું છે.

તાજેતરમાં જ્યારે રશ્મિકા મંદાનાએ ઇંસ્ટાગ્રામ લાઇવ સેશન કર્યું ત્યારે તેના એક પ્રશંસકે પૂછ્યું કે તેની પસંદની આઈપીએલ ટીમ કોણ છે. અભિનેત્રીએ જવાબ આપતા કહ્યું, તેને આરસીબી ટીમ ગમે છે.

આ ઉપરાંત તેને પૂછવામાં આવ્યું હતું કે તેનો પ્રિય ક્રિકેટર કોણ છે. ચાહકોને લાગ્યું હશે કે વિરાટ કોહલી તેનો સ્પષ્ટ જવાબ હશે, પરંતુ તે બન્યું નહીં. રશ્મિકા ડાઇ-હાર્ડ મહેન્દ્ર સિંહ ધોનીની ચાહક છે. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટનને ‘માસ્ટર ક્લાસ પ્લેયર’ ગણાવતા રશ્મિકાએ ધોનીની બેટિંગ, કેપ્ટનશિપ અને વિકેટકીપિંગની પ્રશંસા કરી છે.

આઈપીએલ સ્થગિત થાય તે પહેલાં, ધોનીની આગેવાનીવાળી ચેન્નાઇએ સાત મેચમાંથી પાંચ જીત નોંધાવી હતી.

Exit mobile version