સુશાંત સિંહ રાજપૂતનાં મોત પર કંગના રાણાવતના સમર્થનમાં આવી હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિક..
બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને બાંદ્રા સ્થિત તેના ઘરે આત્મહત્યા કરી હતી. એવું માનવામાં આવે છે કે, સુશાંત છેલ્લા ઘણા સમયથી તણાવમાં હતો, તેથી તેણે પોતાનું જીવન સમાપ્ત કરવાનું નક્કી કર્યું હતું.
કંગના રાણાવતનો આરોપ:
ત્યારે બીજી બાજ સુશાંત ના મોત પર પાછો નેપોટિઝમનો સાવલ ઊભો થયો છે. એવામાં નેપોટિઝમનો મુદ્દો પેહલાથી ઉઠાવનાર બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાણાવતે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો અને તેને આ આત્મહત્યાને પ્લાન મર્ડર ગણાવ્યો. સુશાંતની આત્મહત્યા બાદ ફરી એક વખત નેપોટિઝમનો મુદ્દો સોશ્યલ મીડિયા પર ચર્ચાયો છે.
કંગના રાણાવતે પણ આ મુદ્દે વાત કરી હતી. કંગનાએ કહ્યું, ‘સુશાંતે મોટી-મોટી ફિલ્મો કરી છે. કંગના રાનાઉતને રેસલર બબીતા ફોગાટ દ્વારા પણ ટેકો મળ્યો હતો, ત્યારબાદ હવે હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિચ પણ તેના પક્ષમાં આવી છે. નતાશાએ કંગનાનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યો છે અને લખ્યું હતું.. ‘#Facts’ (ફૅક્ટસ)
ટીવી સીરિયલ ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’થી કારકિર્દીની શરૂઆત કરનાર સુશાંત સિંહ રાજપૂતે આ પછી ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો. પટનામાં જન્મેલા સુશાંતસિંહે ‘કેદારનાથ’, ‘છિછોરે’ જેવી 11 ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો હતો. ‘પાની’ ફિલ્મ માટે શેખર કપૂરે સુશાંત રાજપૂતને સાઇન કર્યો હતો, તે સમયે રાજપૂતે ઘણી મોટી ફિલ્મો છોડી દીધી હતી, પરંતુ બાદમાં ‘પાની’ પણ રીલીઝ થઈ શકી ન હતી, જે સુશાંતે કહ્યું હતું કે તે કારકિર્દીની મોટી ખોટ છે.