જણાવી દઈએ કે ટુર્નામેન્ટ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બરની વચ્ચે યોજાનાર છે…
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રમુખ અર્લ એડિંગ્સે પત્રકારોને જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ચાલી રહેલા વૈશ્વિક રોગચાળાને કારણે ટી 20 વર્લ્ડ કપ યોજવો ‘અવાસ્તવિક’ હશે. અધિકારીઓએ અગાઉ કહ્યું હતું કે તેઓ નિર્ધારિત તારીખે ટૂર્નામેન્ટનું આયોજન કરવા માટે માર્ગ બનાવી રહ્યા છે. પરંતુ આ વાયરસ સંબંધિત ચિંતાઓને કારણે મુસાફરીની મર્યાદા હોવાથી એડિંગનું માનવું છે કે ટૂર્નામેન્ટ માટે જગ્યા બનાવવી મુશ્કેલ બની રહેશે.
પત્રકારો સાથે વાત કરતા એડિંગ્સે કહ્યું: “અમે હજુ સુધી તે ટૂર્નામેન્ટ મુલતવી રાખવાની જાહેરાત કરી નથી. 16 દેશોને ઓસ્ટ્રેલિયા લાવવાની અને ત્યારબાદ હરીફાઈ કરવી. આ બધુ એવા સમયે થવું પડશે જ્યારે બધા દેશો કોરોના રોગચાળા સામે લડી રહ્યા હોય. આવી સ્થિતિમાં, મને લાગે છે કે આ કરવું અમારા માટે અવાસ્તવિક રહેશે અને હવે વર્લ્ડ કપ વધુ મુશ્કેલ બની રહ્યું છે.
જણાવી દઈએ કે ટુર્નામેન્ટ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બરની વચ્ચે યોજાનાર છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના વડાની ભૂમિકા સંભાળનાર, ટી -20 વર્લ્ડ કપના અંગે નિક હોકલે એ વધુમાં કહ્યું કે, તેઓ માને છે કે આવતા મહિને આઈસીસી અંતિમ નિર્ણય લઈ શકે છે. જોવાનું રહેશે કે, કોણ કોણા ઉપર ભારી રહેશે.
તમને જણાવી દઇએ કે આ પહેલા પણ તમામ પ્રકારની વસ્તુઓ સામે આવી છે જેમાં આ ઘટના અંગે કહેવામાં આવ્યું છે કે જો આવી સ્થિતિમાં, ટી-20 વર્લ્ડ કપ ન થાય તો આઈપીએલ માટે એક નવી વિંડો ખુલશે, જેની વધુ અપેક્ષા છે.