શેન વોટસને ટ્વિટર દ્વારા જણાવ્યું હતું કે ધોનીની બાયોપિકમાં સુશાંતના પ્રદર્શનથી તેઓ કેવી રીતે પ્રભાવિત થયા હતા…
સુશાંત સિંહ રાજપૂતનાં મોતથી ક્રિકેટ જગત પણ ચોંકી ઉઠ્યું છે. સુશાંત સિંહ રાજપૂતે ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની બાયોપિકમાં મહીની ભૂમિકા નિભાવી હતી. ત્યારે ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર શેન વોટસને ટ્વિટર દ્વારા જણાવ્યું હતું કે ધોનીની બાયોપિકમાં સુશાંતના પ્રદર્શનથી તેઓ કેવી રીતે પ્રભાવિત થયા હતા.
વોટસને લખ્યું કે, “હું સતત સુશાંત વિશે વિચારી રહ્યો છું. આ ખૂબ જ દુખની વાત છે તે હવે આપણી સાથે નથી. ઘણી વાર અનટોલ્ડ સ્ટોરીમાં તમે ભૂલી જાઓ છો કે તે સુશાંત છે કે ધોની. સુશાંત તેજસ્વી કલાત્મકતા હતો. પણ હવે દુનિયાને આ ખટકશે કે તે નથી રહ્યો.
આ અગાઉ એક અન્ય ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી ડેવિડ વોર્નરે સુશાંત સિંહ રાજપૂતનાં મોત પર દુખ વ્યક્ત કર્યું છે. વોર્નરે પણ ટ્વીટ કર્યું હતું કે તે આ વાત પર વિશ્વાસ કરી શકશે નહીં.
ચાલો તમને જણાવી દઈએ કે સુશાંતસિંહે પોપ્યુલર સિરિયલ ‘પવિત્ર રિશ્તા’ થી નાના પડદે પોતાને સ્થાપિત કરી દીધા હતા. પછી તેની પહેલી ફિલ્મ આવી ‘કાઈ પો ચે’. આ ઉપરાંત શુદ્ધ દેશી રોમાંસ’, બાયોપિક ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’, ‘કેદારનાથ’ અને ‘ચિચોર’ સહિતની ઘણી ફિલ્મોમાં તેના અભિનય માટે તેમના વખાણ થયા હતા.