હતાશાને કારણે તે આખા મહિના સુધી જમવા માટે રૂમની બહાર પણ નહોતી આવી…
ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પોતાની જબરદસ્ત રમતથી આખી દુનિયામાં એક અલગ ઓળખ બનાવી છે. સાનિયા 6 વાર ગ્રાન્ડ સ્લેમ વિજેતા રહી ચૂકી છે, તે લાખો લોકો માટે પ્રેરણા પણ છે. પરંતુ આ દરમિયાન સાનિયાએ પોતાના જીવનનો તે તબક્કો બધાની સામે કહી દીધો છે જ્યારે તે હતાશાનો શિકાર બની હતી.
હકીકતમાં, સાનિયાએ યુટ્યુબ ચેનલ માઇન્ડ મેટર્સ પર આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે કાંડામાં થયેલી ઇજાના કારણે 2008 ના બેઇજિંગ ઓલિમ્પિકમાં માથી બહાર થાયા બાદ તે ડિપ્રેશનમાં ગઈ હતી. આ ઈજાને કારણે તેને લગભગ એક વર્ષ કોર્ટથી દૂર રહેવું પડ્યું. જેના કારણે તેણી તણાવમાં હતી. તેણે કહ્યું કે હતાશાને કારણે તે આખા મહિના સુધી જમવા માટે રૂમની બહાર પણ નહોતી આવી.
ટેનિસ ખેલાડી સાનિયાએ કહ્યું કે જ્યારે હું કાંડાની ઇજાને કારણે 2008ના બેઇજિંગ ઓલિમ્પિકમાંથી બહાર હતો ત્યારે હું 3 થી 4 મહિના સુધી તણાવમાં હતી. મને કોઈ કારણ વગર રડવાનું યાદ છે. હું એકદમ ઠીક હતી, છતાં મારી આંખોમાં આંસુ આવી જતા. મારી ઈજા ગંભીર હતી અને પાછું આવવું મને શક્ય લાગ્યું નહીં. હું સાવ તુટી ગઈ હ.તી.