સુરેશ રૈનાએ અંગત કારણોસર IPL 2020માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. બાદમાં ખબર પડી કે રૈનાના કાકાની પંજાબના પઠાણકોટમાં નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.
સુરેશ રૈનાના કાકા અશોક કુમારને આખરે ન્યાય મળ્યો છે. 58 વર્ષીય અશોક કુમારની હત્યાના કેસમાં જિલ્લા સત્ર અદાલતે 12 લોકોને 12 વર્ષની કેદની સજા સંભળાવી છે. અશોક કુમારની ઓગસ્ટ 2020માં પઠાણકોટમાં તેમના નિવાસસ્થાને લૂંટની ઘટના દરમિયાન હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં તેના પરિવારના અન્ય સભ્યો પણ ઘાયલ થયા હતા.
કુમારના પુત્ર કૌશલનું પણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આજીવન કેદ ઉપરાંત દોષિતોને 2-2 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જિલ્લા સત્ર ન્યાયાધીશ જિતેન્દ્ર પાલ સિંહ ખુરમીએ તમામ પુરાવાઓની તપાસ કર્યા બાદ આ નિર્ણય આપ્યો હતો. પંજાબના તત્કાલિન મુખ્યમંત્રી અમરિંદર સિંહે દુર્ઘટના બાદ તરત જ વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવાનો આદેશ આપ્યો હતો.
જેમાં અમૃતસર બોર્ડર રેન્જના IGP, પઠાણકોટ SSP, SP વગેરે સામેલ હતા. એસઆઈટીએ તપાસ દરમિયાન પુરાવા એકત્રિત કર્યા. કુલ 100 લોકો શંકાસ્પદ જણાયા હતા જેમાંથી 12 દોષિત સાબિત થયા હતા. તમને જણાવી દઈએ કે જ્યારે આ ઘટના બની ત્યારે રૈના IPL 2020માં ભાગ લેવા માટે UAE પહોંચ્યો હતો, પરંતુ આ ઘટનાને કારણે તેણે IPL 2020માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું અને ટ્વિટર દ્વારા આ ઘટનાનો ખુલાસો પણ કર્યો હતો.
What happened to my family is Punjab was beyond horrible. My uncle was slaughtered to death, my bua & both my cousins had sever injuries. Unfortunately my cousin also passed away last night after battling for life for days. My bua is still very very critical & is on life support.
— Suresh Raina🇮🇳 (@ImRaina) September 1, 2020