બીસીસીઆઈ દ્વારા વિરાટને પિતૃત્વ રજા પણ આપવામાં આવી છે…
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા માતા બનવા જઈ રહી છે. વિરાટની જેમ અનુષ્કા શર્મા પણ પોતાને ફીટ રાખવામાં કોઈ કસર છોડતી નથી. અનુષ્કા શર્માએ પોતાના સોશ્યલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેમાં તે હેડસ્ટેન્ડ કરતી જોવા મળી રહી છે. આ ફોટોમાં અનુષ્કાની સાથે વિરાટ કોહલી પણ તેમને યોગ કરવામાં મદદ કરી રહ્યો છે.
અનુષ્કા શર્માએ ફોટો શેર કરતાં લખ્યું કે આ કવાયત સૌથી મુશ્કેલ હતી. આ એક જુનો ફોટો છે. યોગા એ મારા જીવનનો મોટો ભાગ રહ્યો છે અને ડોક્ટરે મને સગર્ભાવસ્થા દરમિયાન જે પણ આસનો કરતા હતા તે કરવાનું ચાલુ રાખવાની સલાહ આપી.
અનુષ્કાએ વધુમાં લખ્યું છે કે હું છેલ્લા ઘણાં વર્ષોથી હેડસ્ટેન્ડ કરી રહી છું અને તેના માટે મેં વોલ અને મારા પતિ વિરાટ કોહલીના સમર્થનથી સંતુલન બનાવ્યું છે જેથી વધુ સુરક્ષા મળે.
View this post on Instagram
વિરાટ કોહલી હાલમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર છે. તે તેના બાળકના જન્મ માટે આગામી બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ બાદ ભારત પરત ફરશે. બીસીસીઆઈ દ્વારા વિરાટને પિતૃત્વ રજા પણ આપવામાં આવી છે.