2019 વર્લ્ડ કપ સેમિફાઇનલ તેની કારકિર્દીની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હતી..
ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની 2020 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયા હતા. ત્યારથી તે મોટાભાગનો સમય પત્ની સાક્ષી અને પુત્રી જીવા સાથે વિતાવે છે. તાજેતરમાં ધોની તેના ફાર્મમાંથી સ્ટ્રોબેરી ખાતો જોવા મળ્યો હતો. હવે તેની પત્ની સાક્ષીએ તેની સાથે એક તસવીર તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ ફોટો 2008 નો છે.
ધોની અને સાક્ષીએ 2010 માં લગ્ન કર્યાં હતાં. થોડા દિવસો પહેલા જ ધોની તેની પત્ની સાક્ષી અને પુત્રી જીવા સાથે રજા પર દુબઈથી પરત આવ્યો હતો. જુલાઇ 2019 થી ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહ્યો હતો. 2019 વર્લ્ડ કપ સેમિફાઇનલ તેની કારકિર્દીની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હતી. ધોની ક્રિકેટમાંથી નિવૃત્ત થયા પછી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 13 મી સીઝનમાં દેખાયો હતો. કોવિડ -19 ને કારણે 2020 માં ઇન્ડિયન પ્રીમિયર લીગ યુએઈમાં પણ રમાઈ હતી.
View this post on Instagram
ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ આ વર્ષે આઇપીએલના ઇતિહાસમાં પ્રથમ વખત પ્લે ઓફમાં સ્થાન મેળવી શકી નથી.