કોરોના વાઇરસના કારણે હાલ 26,46,424 લોકોને ચેપ લાગ્યો છે. અને એમાંથી 1,84,353 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. તો એક તરફ કોરોનાના સતત કેસો વધવા ને કારણે દુનિયાના ઘણા બધા દેશોએ લોકડાઉન કર્યું છે.
તો આ વાઇરસ ને કારણે હાલ ખેલ ગજતમાં સન્નાટો છવાઈ ગયો છે. ત્યારે ખબરને અનુસાર વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ કેપ્ટન ડેરેન સેમી ૨૦૨૦ માં સેંટ લુસિયા જોક્સના કેપ્ટનના રૂપમાં વાપસી કરશે. આની પુષ્ટિ હીરો કેરેબિયન પ્રીમિયર લીગે આ જાહેરાત કરી છે. તેઓ ૨૦૧૩માં સીપીએલની સ્થાપના બાદ સેન્ટ લુસિયા જોક્સ ફેન્ચાઈઝીના ભાગ રહ્યા છે.
વધુ માહિતી આપતા કોચ એન્ડી ફલાવરે જણાવ્યું છે કે, ડેરેન અને સેન્ટ લુસિયા દ્વીપ માટે કામ કરવાની રાહ જોઈ રહ્યો છું. મેં પાંચ વર્ષ પહેલા ડેરેન સેમી સાથે કામ કર્યું હતું, જ્યારે તેમને પાકિસ્તાન સુપર લીગમાં પેશાવર ટીમની કેપ્ટનશીપ કરી હતી અને અમે તે સત્રનો સંપૂર્ણ આનંદ ઉઠાવ્યો હતો. મને જાણ છે કે, તે પોતાના દ્વીપને લઈને ભાવુક છે.
આ ઉપરાંત સેમીએ કહ્યું છે કે, ફેન્ચાઈઝી મારા દિલમાં વસેલી છે અને એક વખત ફરીથી ફ્રેન્ચાઇઝીની આગેવાની કરવી મારા માટે ગર્વની વાત છે.