રોવમેન પોવેલની જમૈકા તલ્લાવાહ્સ (JAMAICA TALLAWAHS) એ કેરેબિયન લીગ 2022ની ફાઇનલમાં કાયલ મેયર્સની બાર્બાડોસ રોયલ્સ સામે 8 વિકેટે આસાનીથી જીત નોંધાવીને ત્રીજી વખત ટાઇટલ જીત્યું.
આ પહેલા આ ટીમ 2013 અને 2016માં ચેમ્પિયન બની હતી. બાર્બાડોસ રોયલ્સ અંતિમ મેચમાં ફેવરિટ માનવામાં આવી હતી કારણ કે આ ટીમે ગ્રુપ સ્ટેજમાં પ્રથમ સ્થાન મેળવીને નોકઆઉટ તબક્કામાં પ્રવેશ કર્યો હતો. જ્યારે જમૈકા તલ્લાવાહ ચોથા સ્થાને પહોંચી હતી. પરંતુ ફાઇનલમાં પોવેલની ટીમે ઓલરાઉન્ડ પ્રદર્શન કરીને રોયલ્સને હાર બતાવીને છેલ્લો પોકાર આપ્યો હતો.
ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતા બાર્બાડોસ રોયલ્સે આઝમ ખાનની અડધી સદીના આધારે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યા હતા. તેના સિવાય ઓપનર રહકિમ કોર્નવોલે 36 અને કાયલ મેયર્સે 29 રન બનાવ્યા હતા. ટોપ 3 સિવાય, બાર્બાડોસનો કોઈ બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યો નહીં, જેના કારણે ટીમ મોટા સ્કોર સુધી પહોંચવામાં નિષ્ફળ રહી. તલ્લાવાહ માટે ફેબિયન એલન અને નિકોલ્સન ગોર્ડને 3-3 વિકેટ લીધી હતી.
162 રનના ટાર્ગેટનો પીછો કરતા જમૈકા તલાવાહ્સની શરૂઆત સારી રહી ન હતી, કેનર લુઈસ ગોલ્ડન ડક પર આઉટ થયો હતો અને પહેલી જ ઓવરમાં પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી શમરાહ બ્રુક્સે 47 રનની શાનદાર ઇનિંગ રમીને બ્રેન્ડન કિંગનો સાથ આપ્યો. બ્રુક્સે કિંગ સાથે મળીને 87 રનની ભાગીદારી કરીને ટીમને ન માત્ર મુશ્કેલીમાંથી બહાર કાઢી પરંતુ જીતનો રસ્તો પણ બતાવ્યો. કિંગની 50 બોલમાં 13 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 83 રનની અણનમ ઇનિંગે ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
CHAMPIONS!!!!! 🏆🏆🏆#CPL22 #BRvJT #CricketPlayedLouder #BiggestPartyInSport #CPLFinal pic.twitter.com/DFMixoADQ0
— CPL T20 (@CPL) October 1, 2022