લિજેન્ડ લીગની અંતિમ ક્રિકેટ મેચ 20 માર્ચે વેસ્ટ એન્ડ પાર્ક ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે વર્લ્ડ જાયન્ટ્સ અને એશિયા લાયન્સ વચ્ચે રમાઈ હતી. જણાવી દઈએ કે આ મેચમાં એશિયા લાયન્સે વર્લ્ડ જાયન્ટ્સને 7 વિકેટથી હરાવ્યું છે.
આ મેચમાં શેન વોટસનની આગેવાનીમાં વર્લ્ડ જાયન્ટ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને પ્રથમ બેટિંગ કરતી વખતે એશિયાની શ્રેષ્ઠ બોલિંગ સામે જાયન્ટ્સની ટીમ 4 વિકેટ ગુમાવીને 147 રન જ બનાવી શકી હતી. ઓલરાઉન્ડર જેક કાલિસે જાયન્ટ્સ માટે સૌથી વધુ 78 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય રોસ ટેલરે 32 રન જ્યારે લેન્ડલ સિમોન્સે 17 રનનું યોગદાન આપ્યું હતું. શેન વોટસન અને વિકેટકીપર મોર્ને વાન વિક ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. બીજી તરફ બોલિંગમાં લાયન્સ તરફથી અબ્દુર રઝાકે સૌથી વધુ 2 વિકેટ લીધી હતી જ્યારે થિસારા પરેરાને પણ 1 વિકેટ મળી હતી.
આ પછી વર્લ્ડ જાયન્ટ્સ તરફથી મળેલા 148 રનના ટાર્ગેટને એશિયા લાયન્સે પોતાની શાનદાર બેટિંગના આધારે 16.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને સરળતાથી હાંસલ કરી લીધો હતો. મેચની શરૂઆતમાં એશિયા લાયન્સ માટે ઓપનિંગ કરવા આવેલા ટી દિલશાન અને ઉપુલ થરંગાએ પ્રથમ વિકેટ માટે 115 રનની શાનદાર બેટિંગ ભાગીદારી કરીને જાયન્ટ્સને મેચની બહાર કરી દીધી હતી.
થરંગાએ 57 અને દિલશાને 58 રનનું યોગદાન આપ્યું હતું, આ ઉપરાંત મોહમ્મદ હાફીઝ 9 અને મિસ્બાહ-ઉલ-હક 9 રન બનાવીને અણનમ રહ્યા હતા. તો બીજી તરફ વર્લ્ડ જાયન્ટ્સ તરફથી બોલિંગમાં સમિત પટેલ, બ્રેટ લી અને મોન્ટી પાનેસરે 1-1 વિકેટ લીધી હતી.
It's Official – The Lions rule the Season 2 of LLCMasters! 🏏🦁💥@AsiaLionsLLC#LegendsLeagueCricket #LLCT20 #SkyexchnetLLCMaster #YahanSabBossHain pic.twitter.com/7oETzHflGf
— Legends League Cricket (@llct20) March 20, 2023