મુલ્તાને ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને 20 ઓવરમાં 206 રન બનાવ્યા હતા…
2008માં, વિશ્વની સૌથી મોટી ટી 20 લીગ એટલે કે આઇપીએલની શરૂઆત થઈ હતી. આ પછી ઘણા દેશોએ સમાન ડોમેસ્ટિક ટી 20 લીગનું આયોજન કર્યું. પીએસએલની શરૂઆત પડોશી દેશ પાકિસ્તાનમાં થઈ હતી અને સાથે સાથે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ જોવા મળી હતી. બીજી તરફ, પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ) ની સિઝન 6 ગુરુવારે ફાઈનલમાં પેશાવર ઝાલ્મીને હરાવીને મુલતાન સુલ્તાન્સે તેનો પ્રથમ ખિતાબ જીતીને અંત કર્યો હતો.
#HBLPSL6 | #MatchDikhao | #MSvPZ pic.twitter.com/66D54505le
— PakistanSuperLeague (@thePSLt20) June 24, 2021
મુલ્તાને ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને 20 ઓવરમાં 206 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પેશાવર 159 રન જ બનાવી શકી. આ જીતથી મુલ્તાન સુલતાનને તેનું પહેલું PSL ખિતાબ મળ્યું જ નથી, પરંતુ 3.5 કરોડ રૂપિયા (પીકેઆર 75 મિલિયન) ની ઇનામ રકમ પણ મળી. ભારતના પાડોશી દેશ પાકિસ્તાને પણ વર્ષ 2016 માં પાકિસ્તાન સુપર લીગ તરીકે તેની ટી 20 લીગની શરૂઆત કરી હતી. યુએઈમાં પીએસએલની છઠ્ઠી સીઝન જીતનાર ટીમને 3.67 કરોડ રૂપિયા મળ્યા છે. અને રનર-અપ ટીમ પેશાવર ઝાલ્મીએ ₹ 1.5 કરોડની કમાણી કરી છે. જ્યારે પીએસએલમાં ત્રીજા અને ચોથા ક્રમાંકિત ટીમોને કોઈ રકમ આપવામાં આવી ન હતી.