વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક ઓલરાઉન્ડરનું બેટ હજુ પણ અકબંધ છે. બ્રિસ્બેન હીટ અને મેલબોર્ન રેનેગેડ્સ વચ્ચે રમાયેલી મેચમાં રસેલે ફરી એકવાર દર્શકોને ઉત્સાહિત કરવાનો મોકો આપ્યો હતો.
તેણે 2019માં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે જેટલો ઝડપી દાવ રમ્યો હતો. તેની ઈનિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે તેની ટીમ મેલબોર્ન રેનેગેડ્સને પણ આવીજ રીતે રમીને 4 વિકેટથી જીતી અપાવી.
ખરેખર, બ્રિસ્બેન હીટે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમે 14 રનમાં બંને ઓપનર ગુમાવી દીધા હતા. ત્યારબાદ રેનશો અને સેમ બિલિંગ્સે સ્કોર 50 સુધી પહોંચાડ્યો હતો. 11મી ઓવરમાં બંને બેટ્સમેન આઉટ થયા બાદ બ્રિસબેનના કેપ્ટન જિમી પિયરસને અણનમ 45 રન ફટકારીને ટીમને 137 રન સુધી પહોંચાડી દીધી હતી. મેલબોર્ન તરફથી ટોમ રોજર્સે 4 અને અકીલ હુસૈને 3 વિકેટ લીધી હતી.
For your viewing pleasure: @Russell12A smacking sixes for fun in Geelong 💥 #BBL12 pic.twitter.com/ZxBGpYRyaZ
— KFC Big Bash League (@BBL) December 21, 2022
જવાબમાં મેલબોર્ન રેનેગેડ્સની શરૂઆત ખરાબ રહી હતી. 9 રનમાં 4 વિકેટ લીધા બાદ રસેલે પોતાની ક્રિઝ જાળવી રાખી હતી. રસેલે ઝડપી ઇનિંગ રમી અને 42 બોલમાં 57 રન બનાવ્યા. આ દરમિયાન રસેલના બેટમાંથી 6 છગ્ગા અને 2 ચોગ્ગા નીકળ્યા હતા. અકીલ હુસૈને પણ 19 બોલમાં 30 રન ફટકારીને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.