T20 વર્લ્ડ કપની 32મી મેચમાં શ્રીલંકાએ અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું. ગ્રુપ-1ની આ મેચ બ્રિસબેનના ગાબા મેદાન પર રમાઈ હતી જ્યાં અફઘાનિસ્તાનની ટીમ 20 ઓવરમાં માત્ર 144 રન જ બનાવી શકી હતી.
જવાબમાં શ્રીલંકાએ 19મી ઓવરમાં માત્ર 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. શ્રીલંકાની જીતનો હીરો ધનંજય ડી સિલ્વા રહ્યો, જેણે અણનમ અડધી સદી ફટકારી ટીમને જીત અપાવી. ધનંજયે 42 બોલમાં અણનમ 66 રન બનાવ્યા હતા. બોલિંગમાં વનેન્દુ હસરંગાએ 4 ઓવરમાં માત્ર 13 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.
તમને જણાવી દઈએ કે આ મેચમાં જીત બાદ શ્રીલંકાની ટીમ સેમીફાઈનલની રેસમાં છે, જ્યારે અફઘાનિસ્તાનની ટીમ હવે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. અફઘાનિસ્તાનની ટીમ 4 મેચમાં માત્ર 2 પોઈન્ટ મેળવી શકી હતી. વરસાદના કારણે મેચ રદ્દ થવાને કારણે તેને આ પોઈન્ટ પણ મળ્યા હતા. આ ટૂર્નામેન્ટમાં આ તેની બીજી હાર છે.
શ્રીલંકાની શરૂઆત સારી રહી ન હતી. તેનો ઓપનર પથુમ નિસાંકા માત્ર 10 રન બનાવીને મુજીબ ઉર રહેમાનનો શિકાર બન્યો હતો. પ્રથમ 6 ઓવરમાં શ્રીલંકાને અફઘાન બોલરોએ ટાઈ કરી હતી. રાશિદ ખાને પણ મધ્ય ઓવરોમાં દબાણ બનાવ્યું અને તેણે કુસલ મેન્ડિસની વિકેટ લીધી જે 25 રન બનાવીને આઉટ થયો હતો. જોકે આ દરમિયાન ધનંજય ડી સિલ્વાએ શાનદાર બેટિંગ કરી હતી. આ ખેલાડીએ ઝડપી રીતે 42 બોલમાં અણનમ 66 રનની ઇનિંગ રમી હતી. તેને ચરિત અસલંકા અને ભાનુકા રાજપક્ષેનો સારો ટેકો મળ્યો. અફઘાનિસ્તાન તરફથી રાશિદ અને મુજીબે 2-2 વિકેટ લીધી હતી.
Afghanistan have been knocked out of the #T20WorldCup pic.twitter.com/buqAhqOIJJ
— ESPNcricinfo (@ESPNcricinfo) November 1, 2022